1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીએ મારી પલટી, હવે કહ્યું – આ ભારત-પાકિસ્તાનનો આંતરિક મામલો
કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીએ મારી પલટી, હવે કહ્યું – આ ભારત-પાકિસ્તાનનો આંતરિક મામલો

કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીએ મારી પલટી, હવે કહ્યું – આ ભારત-પાકિસ્તાનનો આંતરિક મામલો

0
  • લેબર પાર્ટીએ પત્ર જારી કરીને કાશ્મીર મુદ્દે કરી સ્પષ્ટતા
  • કહ્યું – કાશ્મીર મુદ્દા પર તેઓનું વલણ અડગ છે
  • બન્ને દેશોએ સંયુક્તપણે કાર્ય કરવું જોઇએ – લેબર પાર્ટી

કાશ્મીર મુદ્દા પર બ્રિટનની લેબર પાર્ટીએ સ્પષ્ટતા કરી છે. લેબર પાર્ટીના વડા ઇયાન લવેરીએ પાર્ટીની તરફથી એક પત્ર જારી કરતા કહ્યું કે લેબર પાર્ટી કાશ્મીર મુદ્દે તેના વલણ પર કાયમ છે. પાર્ટીની નેશનલ પાર્ટી ફોરમે પોતાના રાષ્ટ્રીય રિપોર્ટ 2019માં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. ભારત અને પાકિસ્તાને શાંતિપૂર્ણ રીતે પારસ્પરિક સંમતિથી કાશ્મીરના લોકોની ભલાઇ માટે કામ કરવું પડશે. બન્ને દેશોએ કાશ્મીરના લોકોના અધિકારો અને સમ્માન માટે સંયુક્તપણે કાર્ય કરવું જોઇએ.

પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે કાશ્મીર મુદ્દે લેબર પાર્ટી મુજબ આ મામલે કોઇપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની અનિવાર્યતા નથી. લેબર પાર્ટી આ મામલે કોઇપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો વિરોધ કરે છે. જ્યારે 25 સપ્ટેમ્બર 2019ના રોજ લેબર પાર્ટીએ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને સંયુક્ત રાષ્ટ્રની રેફરેંડમની માંગ કરી હતી. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે ભારતના વિદેશ મંત્રાલયે લેબર પાર્ટીની આ માંગને ફગાવી હતી.

લેબર પાર્ટીના ચીફ ઇયાન લવેરીએ કહ્યું હતું કે ઇમરજન્સી પ્રસ્તાવમાં ઉપયોગ કરાયેલી ભાષાથી ભારતના કેટલાક લોકો અને ભારતીયોને ખરાબ લાગ્યું હતું. પરંતુ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે કાશ્મીર મુદ્દે ભારત કે પાકિસ્તાનના વિરોધી નથી. અમે આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે નિકાલ ઇચ્છીએ છીએ.

ભારતે લેબર પાર્ટીના પ્રસ્તાવની કડી આલોચના કરી હતી
ભારતે કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરનારી બ્રિટનની લેબર પાર્ટીના પ્રસ્તાવની કડી આલોચના કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે લેબર પાર્ટીના પગલાંને વોટબેંક હિતોને સાધવા માટેનું કહ્યું. તેમણે કહ્યું કે આ મુદ્દે લેબર પાર્ટી કે તેના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.