NATIONALગુજરાતી

લુધિયાણા: મહિલાઓની સુરક્ષા માટે સરાહનીય પહેલ, પોલીસ દ્વારા મહિલાઓ માટે શરૂ કરાઇ પોલીસ કેબ સુવિધા

  • મહિલાઓની સુરક્ષા-સલામતી માટે લુધિયાણા પોલીસની પહેલ
  • મહિલાઓ રાત્રી દરમિયાન પોલીસ કેબથી ઘરે પહોંચી શકશે
  • મહિલાઓ માટે શક્તિ એપ પણ લૉન્ચ, માત્ર એક ક્લિકથી પોલીસ સહાય મળશે

દેશમાં તાજેતરમાં બનેલી હૈદરાબાદ ગેંગ રેપની ઘટના બાદ મહિલાઓ વિરુદ્વ થતા અત્યાચારોને રોકવા તેમજ મહિલાઓને સલામતી તથા સુરક્ષા પુરી પાડવા લુધિયાણા પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. લુધિયાણા પોલીસે શહેરમાં રાત્રીના સમયે મહિલાઓ માટે ખાસ પોલીસ વાહનની વ્યવસ્થા કરી છે. જે મુજબ રાત્રીના સમયે જે મહિલાઓને ઘરે જવા માટે કેબ ના મળે તે મહિલા આ પોલીસ વાહનમાં નિ:શુલ્ક મુસાફરી કરીને ઘરે સલામતીપૂર્વક પહોંચી શકશે.

પોલીસ વાહન બૂક કરાવવા માટે તે મહિલાએ તેના ફોન પરથી પોલીસ હેલ્પલાઇન નંબર 1091 તેમજ 7837018555 પર કૉલ કરવાનો રહેશે. આ વાહન દ્વારા તે નિ:શુલ્ક તેના સ્થળે પહોંચી શકશે અને આ પોલીસ કેબની સુવિધા રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ અંગે માહિતી આપતા કમિશનર રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે મહિલાઓ માટે શક્તિ એપ પણ લૉન્ચ કરી છે, જેમાં માત્ર એક બટન ક્લિક કરવાથી મહિલા પોલીસની સહાયતા પ્રાપ્ત કરી શકે છે. શક્તિ એપમાં SOS નામનું ફીચર આપેલું છે અને માત્ર એક ક્લિકથી તમારા 10 સંપર્કોને તમારા લોકેશન અંગેની માહિતી પળવારમાં જ પ્રાપ્ત થઇ જાય છે અને લોકેશનની ત્વરિત માહિતી નજીકની PCR સુધી પણ પહોંચી જાય છે. પોલીસ દ્વારા અત્યારસુધી કુલ 2500 મહિલાઓના સ્માર્ટફોન્સમાં આ એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

Related posts
REGIONALગુજરાતી

અમદાવાદમાં રાતે લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કરાશે કાર્યવાહીઃ પોલીસ સાઈકલ લઈને કરશે પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ કોરોનાનો ચેપ વધારે ન ફેલાય તે માટે કાર્યવાહી કરવામાં…
REGIONALગુજરાતી

કોરોના વાયરસઃ અમદાવાદમાં પોલીસ જવાનોમાં પોઝિટિવ કેસનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી સામેની લડાઈમાં પોલીસ કર્મચારી, આરોગ્ય વિભાગ અને સફાઈ કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે હવે કોરોના યોદ્ધાઓ…
REGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવા પોલીસ કર્મચારીઓને સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે દિશામાં પોલીસ…

Leave a Reply