1. Home
  2. ગુજરાતી
  3. CIIના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન – કહ્યું ‘મેડ ઈન ઈન્ડિયા હવે દેશની જરુરિયાત છે
CIIના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન – કહ્યું ‘મેડ ઈન ઈન્ડિયા હવે દેશની જરુરિયાત છે

CIIના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન – કહ્યું ‘મેડ ઈન ઈન્ડિયા હવે દેશની જરુરિયાત છે

0
  • ગરીબોને 53 હજાર કરોડ રુપિયા સુધીની આર્થિક સહાય કરી
  • મોદી સરકારના અથાગ પ્રયત્નો
    આત્મવિશ્વાસ સાથે વાત કરવાનું કારણ દેશની પ્રતિભા અને ટેક્નોલોજી-મોદી

સોમવારના રોજ CIIના કાર્યક્રમમં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું,ઉદ્યોગ સંગઠનના આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે,દશની અર્થવ્યવસ્થામાં ગતિ ચોક્કસ આવશે, કોરોના સામે કડક પગલાં ભરવાની જરુરિયાત છે. એ વાત હવે સત્ય એ છે કે ભારતે લોકડાઉન પૂર્ણ કરી દીધું છે અને અનલોક -1માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ સમયે ખુલ્યો છે. ત્યાર બાદ આઠ દિવસ બીજા તબક્કે મોટો ભાગ ખુલશે એટલે ક હવે આપણે એમ કહી શકીએ કે આ રિકવરિનો આરંભ છે.

દેશના પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે,મને ટેલેન્ટ અને ટેક્નોલોજીમાં પૂરેપુરો વિશ્વાસ છે,125 વર્ષમાં CIIએ મજબૂત બન્યું છે,અને તેને મજબુત બનાવવામાં જે કોઈએ સાથ સહકારઆપ્યો તેને હું અભિનંદન આપીશ. અને જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન.

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો જે આ સમય છે તેમાં ઓનલાઇન રોકાણ હવે સામાન્ય બની રહ્યું છે.જે વ્યક્તિની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે.આતમ્ વિશ્વાસ સાથે મારું આ વાત બોલવાના ઘણા કારણો છે, ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે

વધુમાં તેમણેદેશની અર્થવ્યવસ્થાને લયીને કહ્યું કે, કોરોના સામે અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ જ હવે અમારી પ્રાથમિકતા છે.આ તમામ માટે જે તે નિર્ણયો તાત્કાલિક લેવાની જરૂર છે તે લેવામાં આવી રહ્યા છે. લાંબા સમય ગાળામાટે મદદરૂપ થવાનાં નિર્ણયો પણ લીધાં હતાં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબોને તાત્કાલિક લાભ આપવામાં ઘણી મદદ મળી. 4 કરોડ લોકોના ઘરે રાશન પહોચાડ્યું. પ્રવાસી કામદારોને નિ:શુલ્ક રેશન પણ આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્રારા કોરોના જેવી મહામારી વચ્ચે અથાગ પ્રયત્નો હેઠળ અનેક મહત્વના કાર્યો પાર પાડ્યા છે, જે હેઠળ 53 હજાર કરોડ રૂપિયાથી વધુની આર્થિક મદદ કરી છે.સોમવારના રોજ નરેન્દ્ર મોદી કેબિનેટે અનેક યોજનાઓને મંજુરી આપી છે,દેશના હિતને ધ્યાનમાં લઈને તે ઉપરાંત કોરોના જેવી મહામારીમાં સતત કાર્યરત રહીને તેમણે અનેક મહત્ના નિર્ણયો લઈને ભારત દેશની જનતાને મદદ કરવા તત્પર છે.

(sahin)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.