in ,

પુના પાસે ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત – 9નાં મોત

પુણે-સોલાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શુક્રવારે મોડી રાત્રે ટ્રક-કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. બધા મૃતકો પુનાના યાવત ગામના રહેવાસી છે. મોટા ભાગના મૃતકો યુવા વયના હતા અને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ રાયગઢથી પરત ફરી રહ્યા હતા.

પોલિસ અનુસાર આ અકસ્માત રાત્રે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. જાણકારી મુજબ ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને સામેથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી. મૃતકોની ઓળખ અક્ષય ભારત વાયકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત, નૂર મુહમ્મદ અબ્બાસ દૈયા, પરવેઝ અત્તાર, શુભમ રામદાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધીગે, દત્તા ગણેશ યાદવ અને ઝુબેર અઝીઝ મુલાની તરીકે કરાઇ છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના નામ અક્ષય ભારત વાઇકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત બાબલે, સોનૂ, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દત્તા ગણેશ યાદવ અને ઝુબેર અઝિઝ મુલાણી છે. ટ્રક સાથે ટક્કર બાદ કારના કુરચા ઉડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સૌરાષ્ટ્માં ખુશીની લહેરઃ રાજકોટ અને અમરેલીમાં મેઘરાજા વરસ્યા,ખડૂતો થયા ખુશ

નિશાનાબાજી વર્લ્ડ કપમાં ભારત 10 ગોલ્ડ સાથે મોખરેઃ એશ્વર્યા પ્રતાપે સૂવર્ણ પદક જીત્યું