NATIONALગુજરાતી

નાસિક: PM મોદીનું વિપક્ષ પર નિશાન, કહ્યું – કાશ્મીર પર વિપક્ષી નેતાઓના ભાષણનો વિદેશમા ઉપયોગ થઇ રહ્યો છે

  • મહારાષ્ટ્રના નાસિકમાં પીએમ મોદીની રેલી
  • ફડણવીસની મહાજનાદેશ યાત્રાના બે ચરણ પૂર્ણ
  • પીએમ મોદી બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરશે

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના બ્યૂગલ ફૂંકાતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાસિક પહોંચ્યા છે. ત્યાં તેઓએ એક રેલીને સંબોધિત કરી હતી. નાસિકની રેલીમાં વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત જમ્મૂ કાશ્મીર મુદ્દે પણ ખુલીને વાત કરી હતી. પીએમે વિપક્ષી નેતાઓના એ નિવેદનો પર પ્રહારો કર્યા હતા, જેનો ઉપયોગ ગત દિવસોમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કર્યો હતો.

વડાપ્રધાનની રેલી દરમિયાનના તેમના સંબોધનના અંશો

નવું કાશ્મીર બનાવવાનું છે, કાશ્મીરીઓને ગળે લગાવવાનું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ જમ્મૂ કાશ્મીરના સપનાઓને સાકાર કરવા તૈયાર છે, કાશ્મીરમાં હવે દેશનું બંધારણ લાગુ થઇ રહ્યું છે આ માત્ર સરકારનો નિર્ણય નથી દેશની ભાવના છે. પીએમે લોકોથી અપીલ કરી હતી કે ગઇકાલે કહેતા હતા કે કાશ્મીર અમારું છે, હવે હિન્દુસ્તાની કહેશે નવું કાશ્મીર બનાવવાનું છે અને તેને ગળે લગાવવાનું છે.

વડાપ્રધાને કહ્યું કે એક વાર ફરી કાશ્મીરને સ્વર્ગ બનાવીને રહીશું, હવે સમગ્ર દેશે કાશ્મીરને બનાવવા માટે આગળ આવવું પડશે. પીએમે ક્હ્યું કે અત્યારસુધી કાશ્મીરીઓ દિલ્હીની અયોગ્ય નીતિઓના શિકાર બન્યા હતા પરંતુ હવે આપણે કાશ્મીરીઓની મુશ્કેલી સમજવી પડશે. વીર સાવરકરે આપણને રાષ્ટ્રવાદના સંસ્કાર આપ્યા છે.

શરદ પવાર પર નિશાન સાધ્યું
સરહદ પારથી કાશ્મીરમાં હિંસા ભડકાવવાની કોશિશ થઇ રહી છે. પરંતુ કાશ્મીરના લોકો વિકાસ ઇચ્છે છે. વિપક્ષ વાળાઓને આ નિર્ણયથી મુશ્કેલી થઇ રહી છે કે સમગ્ર દેશ આ નિર્ણય પર એકજુટ છે. પરંતુ કોંગ્રેસ-એનસીપીના નેતાઓએ આ બાબતે સહયોગ નથી કર્યો. વિદેશોમાં વિપક્ષી નેતાઓના નિવેદનોના આધારે ભારત પર પ્રહાર થઇ રહ્યો છે.

કોંગ્રેસની મુંઝવણ સમજી શકાય છે, પરંતુ શરદ પવાર જેવા અનુભવી નેતા વોટ માટે અયોગ્ય નિવેદન આપે તો તેનાથી દુખ થાય છે. શરદ પવારને પાડોશી દેશ સારો લાગે છે તો તે તેની મરજી, ત્યાંના શાસક તેને કલ્યાણકારી લાગે છે પરંતુ સમગ્ર દેશ જાણે છે કે આતંકની ફેક્ટરી ક્યાં આવેલી છે.

ટૂંક સમયમાં અમારી સેનાને રાફેલ મળશે. અમારી સરકારે ત્રણ સેનાઓ માટે ચીફ ઑફ સ્ટાફ બનાવવાનો નિર્ણય લીધો છે.

વર્ષ 2009માં અમારી સેનાએ 1 લાખ 86 હજાર બુલેટપ્રૂફ જેકેટની માંગ કરી હતી, પરંતુ કોંગ્રેસની સરકારે આ માંગને પૂરી ના કરી. પરંતુ 2014માં અમારી સરકાર આવી તો અમે આ પ્રક્રિયા શરૂ કરી. હવે ભારત બુલેટપ્રૂફ જેકેટ બનાવે પણ છે અને 100થી વધુ દેશોમાં ભારતમાં બનાવેલા બુલેટપ્રૂફ જેકેટની નિકાસ થાય છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે, સરકારના કામમાં ધાર પણ છે અને રફતાર પણ. અમારી સરકારના પહેલી શતકમાં નવા ભારતની ઝલક છે, પડકારોની પ્રતિતિ પણ છે.

વડાપ્રધાને કહ્યું કે મહારાષ્ટ્રનો વિકાસ જે રીતે થવો જોઇતો હતો તે રીતે નથી થયો. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સરકાર ચલાવીને ફડણવીસે મહારાષ્ટ્રની સેવા કરી, પરંતુ સારું હોત જો પહેલાની સરકાર લાંબા સમય સુધી ચાલી હોત. ગુજરાત મહારાષ્ટ્રનો નાનો ભાઇ છે, હું પણ ત્યાંથી જ આવું છું.

મોદીએ કહ્યું કે 60 વર્ષ બાદ પહેલી વાર સરકાર તાકાત સાથે આવી છે, જ્યારે સરકાર જનતા તાકાત આપે છે ત્યારે સરકાર જોરદાર કામ કરે છે. ગત પાંચ વર્ષમાં લોકોને ધુમાડાથી મુક્તિ મળી, પાણી માટે સંઘર્ષ ઓછો થયો અને સપનાઓને નવા વિસ્તાર મળ્યા. મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભાજપની સરકારના વડપણ હેઠળ તેજીથી વિકાસ થશે.

પીએમ મોદીએ તેના ભાષણની શરૂઆત મરાઠી ભાષામાં કરી હતી. રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે આજે છત્રપતિ શિવાજીના વંશજે મને છત્ર પહેરાવ્યું છે, જે મારા માટે મોટી વાત છે. જ્યારે એપ્રિલ માસમાં લોકસભા ચૂંટણી ચાલી ચરમસીમા પર હતી, ત્યારે હું અહીંયા સભા કરવા આવ્યો હતો. ત્યારે અહીંયાની રેલીએ ભાજપની લહેરને આંધીમાં બદલી દીધી હતી. આ રેલી તેનાથી પણ મોટી છે.

પીએમ મોદીએ મહાજનાદેશ યાત્રાનું સમાપન પણ કર્યું હતું. આ યાત્રાને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરી હતી. રેલી પહેલા ફડણવીસે કહ્યું હતું કે મહાજનાદેશ યાત્રા શુક્રવારે પૂર્ણ થઇ રહી છે અને મહાવિજય યાત્રા શરૂ થઇ રહી છે.

જણાવી દઇએ કે મહારાષ્ટ્ર સીએમ ફડણવીસે કહ્યું હતું કે મહાજનાદેશ યાત્રાના બે ચરણ પૂર્ણ થયા છે. ત્રીજા ચરણની યાત્રાનો આજે અંતિમ દિવસ છે.

Related posts
NATIONALગુજરાતી

મોદી કેબિનેટની બેઠક શરુ- CAA અને NRC બાદ હવે NPR પર લાગી શકે છે મહોર

મોદી કેબિનેટની બેઠક  શરુ CAA  અને NRC બાદ હવે  NPR પર લાગી શકે છે મહોર સીએએના વિરોઘ વચ્ચે મોદી કેબિનેટ  બેઠક કેબિનેટમાં…
Uncategorized

કેજરીવાલ સરકાર સ્વાસ્થ્ય-શિક્ષણમાં લીન રહી તો બીજેપીએ આ રીતે મારી બાજી

કેજરીવાલ સરકારે સ્વાસ્થ્ય-શિક્ષણમાં આપ્યુ ઘ્યાન બીજેપી લોકોને અપાવશે માલિકાનો હક દિલ્હી વિઘાનસભાની ચૂંટણી પહેલા બીજેપીએ પોતોના પત્તા ખોલ્યા ગેરકાયદેસર કોલોનિઓને નિયમન કરવાની…
NATIONALગુજરાતી

અયોઘ્યા નિર્ણય આવે તે પહેલા પ્રઘાનમંત્રી મોદીની દેશની જનતાને શાંતિની અપીલ

હાલ અયોઘ્યાના નિર્ણય પર સો કોઈ મીટ માંડીને બેસ્યુ છે, તે સાથે સુરક્ષાને લઈને ભારે બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે,સમગ્ર દેશ આ…

Leave a Reply