in ,

વિધાનસભા ચૂંટણી: 21 ઑક્ટોબરે મહારાષ્ટ્ર-હરિયાણામાં વોટિંગ થશે, 24 ઑક્ટોબરે પરિણામ

ચૂંટણી આયોગે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ શનિવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એલાન કર્યું હતું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઑક્ટોબરે મતદાન થશે. બન્ને રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 24 ઑક્ટોબરે આવશે.

ચૂંટણી આયોગની પ્રેસ કૉન્ફરન્સ પર એક નજર:

ઇવીએમ સુરક્ષિત, ડબલ સુરક્ષા મળશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ઇવીએમ સંપૂર્ણપણે સલામત છે. ઇવીએમ અને વીવીપેટ મશીનોને ડબલ લૉકમાં રખાશે. કોઇપણ ઉમેદવાર અને તેના સાથી એક નિશ્વિત સુરક્ષિત દૂરીથી સ્ટ્રૉન્ગ રૂમની સુરક્ષા પર નજર રાખી શકશે. ચૂંટણી આયોગ એ દરમિયાન ઉમેદવારો, પાર્ટીઓના સોશ્યિલ મીડિયા પર પણ નજર રાખશે. ચૂંટણી આયોગ તરફથી આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં 64 બેઠકો પર ઉપચૂંટણીનું પણ એલાન કરાયું છે.

ચૂંટણી ખર્ચ માટે 28 લાખ રૂપિયા ખર્ચી શકશે ઉમેદવાર
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે બન્ને રાજ્યોમાં ચૂંટણી ઉમદેવાર મહત્તમ 28 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ કરી શકશે. ચૂંટણી આયોગ ખર્ચ પર પણ નજર રાખશે. ચૂંટણી તારીખના એલાન પહેલા સુરક્ષાની પણ સમીક્ષા કરાઇ હતી. ચૂંટણી આયોગ તરફથી રાજનૈતિક દળોને અપીલ કરાઇ છે કે તેઓ તેના પ્રચાર દરમિયાન પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રચારને આગળ વધારે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે હરિયાણા-મહારાષ્ટ્રમાં 2 નવેમ્બર, 9 નવેમ્બરે વિધાનસભાનું કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યું છે. તેવામાં આ પહેલા આ રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો છે, જ્યારે હરિયાણામાં 1.28 કરોડ મતદારો છે. હરિયાણામાં 1.03 લાખ બેલેટ યૂનિટ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1.8 લાખ બેલેટ યૂનિટ, 1.28 લાખ CU અને 1.39 લાખ વીવીપેટ મશીન છે.

હરિયાણામાં કોનો ચાલશે દમ
મહારાષ્ટ્રની સાથોસાથ હરિયાણામાં પણ ચૂંટણી યોજાશે. અહીંયા પણ બીજેપી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર છે. રાજ્યમાં કુલ 90 બેઠક છે, અહીંયા ભાજપનું મિશન 75 નું લક્ષ્ય છે. વર્ષ 2014 વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 33.20 ટકા વોટ સાથે 47 બેઠકો જીતવામાં સફળ રહી હતી અને સત્તાની કમાન પાર્ટીએ મનોહર લાલ ખટ્ટરને સોંપી હતી.

મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રણશીંગુ
મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી પર દરેકની નજર એ માટે છે કે ભાજપ, શિવસેના વચ્ચે બેઠકોને લઇને કોઇ નિર્ણય નથી લેવાયો. ગત વખતે બન્ને પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. જો કે લોકસભા ચૂંટણીમાં બન્ને પાર્ટીઓ એક સાથે રહી હતી.

288 વિધાનસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસ-NCP આ વખતે 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. 2014 વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો બીજેપીએ 27.8 ટકા વોટ સાથે 122 બેઠકો જીતી હતી અને શિવસેનાએ 63 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 42 સીટ, એનસીપી 41 સીટ પર જીત નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મુલાયમ સિંહ યાદવની મર્સિડીઝને સર્વિસ કરાવવાનો ખર્ચ 26 લાખ! યોગી સરકાર બદલશે કાર

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ ઊના, ખાંભા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ