1. Home
  2. ગુજરાતી
  3. સૌથી ઝડપી શહેરીકરણ માટેના ટોપ 10માં કેરળના ત્રણ શહેરો સામેલ, મલપ્પુરમ ટોપ પર
સૌથી ઝડપી શહેરીકરણ માટેના ટોપ 10માં કેરળના ત્રણ શહેરો સામેલ, મલપ્પુરમ ટોપ પર

સૌથી ઝડપી શહેરીકરણ માટેના ટોપ 10માં કેરળના ત્રણ શહેરો સામેલ, મલપ્પુરમ ટોપ પર

0
  • વિશ્વ ફલક પર ભારત દેશનું નામ ફરી એક વાર ચમક્યું
  • વિશ્વના 10 સૌથી ઝડપતી વિકસતા શહેરોમાં કેરળના ત્રણ શહેરોને સ્થાન
  • કેરળના મલપ્પુરમ, કોઝિકોડે અને કોલ્લામ છે યાદીમાં સામેલ

વિશ્વ ફલક પર ભારત દેશનું નામ ફરી એક વાર ચમક્યું છે. આ વખતે કેરળના ત્રણ શહેરોએ ભારતને ફરી ગૌરવ અપાવ્યું છે. વાત એમ છે કે વિશ્વના 10 સૌથી ઝડપથી વિકસતા શહેરી વિસ્તારોમાં કેરળના ત્રણ શહેરો મલપ્પુરમ, કોઝિકોડે અને કોલામ સામેલ થયા છે. ઇકોનોમિકસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ જાણકારી અપાઇ છે.

મલપ્પુરમ

વિશ્વના 10 સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં મલપ્પુરમ ટોચ પર છે જ્યારે કોઝિકોડે ચોથા અને કોલ્લામ 10માં ક્રમાંકે છે. જો કે આ યાદીમાં ભારતના આ ત્રણ શહેરો જ સામેલ છે. યાદીમાં ચીન અને UAE ના શહેરો પણ સામેલ છે.

કોઝિકોડે

આ યાદીમાં સમાવિષ્ટ અન્ય શહેરોની વાત કરીએ તો વિયેતનામનું થો, સુકિયાન, સુઝોઉ અને પુતિયાન અબુજા, શારજહા (UAE) અને મસ્કત (ઓમાન) છે.

અહેવાલ અનુસાર વર્ષ 2015-2020 દરમિયાન મલપ્પુરમની વસ્તીમાં 44.1 ટકાની વૃદ્વિ જોવા મળી હતી, જ્યારે વિયેતનામના થોમાં આ જ સમયગાળામાં 36.7 ટકાનો વસ્તીવધારો જોવા મળ્યો હતો. જ્યારે ચીનનું સુકિયાન 36.6 ટકાના વસ્તીવધારા સાથે આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. ચોથા ક્રમાંકે કેરળનું કોઝિકોડે છે જ્યારે વસ્તીમાં 34.5 ટકાની વૃદ્વિ જોવા મળી હતી અને કોલ્લામમાં 31.1 ટકા વસ્તીવૃદ્વિ નોંધાઇ હતી.

કોલ્લામ

કેરળના આ શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે શહેરીકરણ જોવા મળ્યું છે. એક સમયે આ શહેરોમાં સૌથી ઓછો વસ્તી દર જોવા મળતો હતો. વિદેશમાં પણ મલપ્પુરમ અને કોઝિકોડે શહેરોના લોકો નોંધપાત્ર પ્રમાણમાં છે. ખાસ કરીને મીડિલ ઇસ્ટમાં સૌથી વધુ છે. તે ઉપરાંત આ વિસ્તારોના ઝડપી શહેરીકરણ માટે NRI રેમિટન્સનો પણ ફાળો છે.

તે ઉપરાંત વસ્તીવૃદ્વિ અને શહેરીકરણ પાછળનું એક કારણ આંતરિક સ્થળાંતર પણ છે. છેલ્લા એક દાયકાથી દેશના અનેક શહેરોમાંથી કામદારો રોજગારી અર્થે કેરળના કેટલાક સ્થળો પર પસંદગી ઉતારી રહ્યા છે.

વર્ષ 2000થી રાજ્યમાં કામદાર વર્ગની વસ્તીમાં વિશેષ ફેરફાર જોવા મળ્યો છે. બાંધકામ ક્ષેત્રથી માંડીને ખેતી સુધીના કામોમાં દેશભરના કામદારો રોજગારી મેળવી રહ્યા છે.

સ્થાનિક કામદાર વર્ગની અછત, રહેવા માટે ઉત્તમ સવલતો તેમજ પગાર જેવા પરિબળોને કારણે પણ મોટા પાયે કામદારો દેશના અન્ય શહેરોમાંથી કેરળ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

આ બધા કારણોસર કેરળના આ ત્રણ શહેરોમાં વિશેષ રીતે શહેરીકરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં પણ આ શહેરોના વ્યાપ વધુ ફેલાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.