in ,

ILFS મામલે રાજ ઠાકરેની પણ થશે તપાસ, આ કારણોસર ED એ પાઠવ્યા સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ IL&FS આર્થિક સંકટથી જોડાયેલા કોહિનૂર બિલ્ડિંગ મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરને સમન્સ પાઠવ્યા છે. તેને કારણે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાય તેવી સંભાવના છે. તે ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીને પણ EDએ સોમવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

22 ઑગસ્ટ એ થશે પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 22 ઑગસ્ટના રોજ રાજ ઠાકરેની પૂછપરછ કરશે. ઇડી IL&FS મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહી છે, જેમાં કોહિનૂર બિલ્ડિંગ પ્રોજેક્ટ મામલો પણ સામે આવ્યો છે. સૂત્રોનુસાર તેની તપાસ દરમિયાન તેમાં રાજ ઠાકરેનું નામ પણ સામે આવ્યું છે. ઇડીએ આ મામલે અન્ય લોકોના નિવેદન પણ રેકોર્ડ કર્યા છે.

શું છે સમગ્ર મામલો
સૂત્રોનુસાર ઇડી કોહિનૂર બિલ્ડિંગમાં રોકાણ અને શેરહોલ્ડિંગની તપાસ કરી રહી છે. તેમાં રાજ ઠાકરે, રાજન શિરોડકર તેમજ ઉન્મેશ જોશીએ મળીને 421 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. હકીકતમાં IL&FS ગોટાળાની તપાસ દરમિયાન આ સોદો પણ શંકાના દાયરામાં આવ્યો છે. આરોપ છે કે ઉન્મેષ જોશીની કંપની કોહિનર સીટીએનએલના માધ્યમથી કોહિનૂર મિલની જમીન ખરીદાઇ હતી. તેના પર કોહિનૂર સ્કાયર નામની ઇમારતનું નિર્માણ થયું હતું. તેમાં સરકારી ક્ષેત્રની કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું.

હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ IL&FS દ્વારા કોહિનૂર સીટીએનએલ કંપનીને અપાયેલા નાણાં અને રોકાણની તપાસ કરી રહ્યું છે. હાલમાં આ મામલે રાજ ઠાકરે કે તેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા કોઇ પ્રતિક્રિયા જાણવા મળી નથી.

સૂત્રોનુસાર, IL&FS સમૂહ એ કોહિનૂર સીટીએનએલને 225 કરોડ રૂપિયાની લોન આપી હતી, પરંતુ IL&FSને તેમાંથી 135 કરોડ રૂપિયા નથી મળ્યા.

શું છે IL&FS ગોટાળો
જણાવી દઇએ કે ગત વર્ષના સપ્ટેમ્બર માસ દરમિયાન IL&FS પર દેવાનું સંકટ ઉપસ્થિત થયું હતું, જ્યારે કંપની તેના દેણાની રકમની ચૂકવણી કરવામાં અસમર્થ રહી હતી. કંપનીએ સિડબીને પણ બાકી રકમની ચૂકવણી નથી કરી. IL&FS સરકારી ક્ષેત્રની કંપની છે. આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. આ કંપનીનું પૂરું નામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લીઝિંગ ફાઇનાન્શિયલ સર્વિસીઝ છે. ગત વર્ષએ આ સમૂહની કેટલીક કંપનીઓ લોનની રકમની પરત ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ કંપનીમાં નાણાકીય અનિયમિતતાનો પર્દાફાશ થયો હતો. ડિફૉલ્ટ થયા બાદ માર્કેટમાં પણ તેને ડિફૉલ્ટનું રેટિંગ અપાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

બે પાકિસ્તાની યુગલે ગુજરાત આવી કર્યા લગ્ન