in ,

મોદી કેબિનેટે નાગરિકતા સંશોધન બિલ સહિત આ 6 બિલને આપી મંજૂરી

  • મોદી કેબિનેટની બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ સહિત 6 બિલ પસાર
  • SC/ST અનામત, શ્રમ કાનૂન, ડેટા સુરક્ષા સહિતના બિલ પર લાગી મહોર
  • સંસ્કૃતિની નવી કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપવા અંગેના બિલને લીલી ઝંડી

મોદી કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં અનેક મોટા બિલને લીલી ઝંડી મળી છે. PM મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ 2019 ને મંજૂરી અપાઇ હતી. આ બિલને આ જ સપ્તાહ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં રજૂ કરી શકે છે. જો કે વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહી છે.

તે ઉપરાંત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં SC/ST અનામતને આગામી 10 વર્ષ માટે વધારવાના પ્રસ્તાવને પણ કેબિનેટની મહોર લાગી છે. વર્ષ 2009માં આવેલા બિલની જોગવાઇઓ 25 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થઇ રહી હતી. સરકારની કોશિશ આ બિલને આ જ શિયાળુ સત્રમાં પસાર કરાવવાની રહેશે. તે ઉપરાંત કેબિનેટ એ અંગત ડેટા સુરક્ષા બિલ અને સામાજિક સુરક્ષા કોડ બિલને પણ મંજૂરી આપી છે.

મોદી કેબિનેટની બેઠકમાં આ 6 બિલ પર મહોર લાગી

  • SC/ST અનામતના પ્રસ્તાવના વિસ્તરણને મંજૂરી
  • નાગરિકતા સંશોધન બિલને પણ મંજૂરી
  • મોદી સરકારે શ્રમ કાનૂનથી જોડાયેલા બિલને પણ લીલી ઝંડી બતાવી
  • સંસ્કૃતની નવી કેન્દ્રીય યુનિવર્સિટીના પ્રસ્તાવને પણ મોદી કેબિનેટની મંજૂરી
  • મોદી કેબિનેટ એ અંગત ડેટા સુરક્ષા બિલને પણ મહોર લગાવી છે
  • સામાજિક સુરક્ષા કોડ બિલને પણ મોદી કેબિનેટ દ્વારા લીલી ઝંડી અપાઇ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ડેપ્યુટી સીએમ પાસે કોઈ ખાસ અઘિકાર હોતા નથી’ – શરદ પવાર

લુધિયાણા: મહિલાઓની સુરક્ષા માટે સરાહનીય પહેલ, પોલીસ દ્વારા મહિલાઓ માટે શરૂ કરાઇ પોલીસ કેબ સુવિધા