in , , ,

ભારતમાં છેલ્લા 10 વર્ષના આ છે બાળકોના સૌથી પૉપ્યુલર નામ, તમે પણ વાંચી લો

  • દાયકાની સંસ્કૃતિ અને ટ્રેન્ડ પ્રમાણે બાળકોના નામ રખાય છે
  • સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા હવે બાળકોના નામમાં જોવા મળે છે વૈવિધ્ય
  • વર્ષ 2010 થી 2019 વચ્ચે બાળકોના ખાસ કરીને આ નામ રહ્યા પૉપ્યુલર

સામાન્યપણે દાયકા અનુસાર નવા જન્મેલા બાળકોની ઓળખ માટે નામ રાખવામાં આવતા હોય છે. તે સમયની સંસ્કૃતિ અને ફેશન અનુસાર બાળકોનું નામ રાખવામાં આવતું હોય છે. વર્ષ 2000 થી 2008 દરમિયાન સોશિયલ મીડિયાનો વ્યાપ ઓછો હોવાથી તે સમયે બાળકોના નામમાં વૈવિધ્ય જોવા મળતું ન હતું પરંતુ વર્ષ 2008 બાદથી બાળકોના નામમાં પણ સોશિયલ મીડિયાને કારણે વૈવિધ્ય જોવા મળે છે.

વર્ષ 2008થી સોશિયલ મીડિયાનો વ્યાપ વધવા સાથે હવે દુનિયાભરના જન્મેલા બાળકોના નવા નામની ખુણે ખુણે જાણ થવા લાગી અને લોકો પણ આ નવા નામ અપનાવવા લાગ્યા.
વર્ષ 2010થી એવું જોવા મળ્યું કે બાળકોના નામ પર આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો અને બિનસાંપ્રદાયિક નામ પણ જોવા મળ્યા.

ચાલો આજે આપણે ખાસ કરીને વર્ષ 2010 થી 2019ના દાયકામાં બાળકોના સૌથી પોપ્યુલર રહેલા નામો વિશે વાત કરીએ.


વર્ષ 2010થી 2019 દરમિયાન સૌથી પોપ્યુલર રહેલા છોકરીના નામો

  • અમાઇરા
  • આર્યા
  • આશી
  • અનિકા
  • આહના
  • આરોહી
  • આલિયા
  • અદિતી
  • દિયા
  • ફાતિમા
  • જાનવી
  • કાવ્યા
  • માયરા
  • મીરા
  • નાવ્યા
  • નૈના
  • શ્રેયા
  • સારા
  • સમાઇરા

સૌથી ચર્ચામાં અને પોપ્યુલર રહેલા છોકરાઓના નામો

  • આરવ
  • આદિત્ય
  • અદવિક
  • અર્જુન
  • અરમાન
  • ધ્રુવ
  • દિવ્યાંશ
  • ઇશાન
  • ઇવાન
  • કબીર
  • ક્રિષ્ના
  • મોહમ્મદ
  • રાહુલ
  • રેહાન
  • રિયાન
  • રુદ્ર
  • શૌર્ય
  • સિદ્વાર્થ
  • વિવાન
  • વીર

(સંકેત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Global Indians: Would K V Kamath be India’s Manmohan Singh-II?

અમદાવાદ: બોપલની સ્ટર્લિંગ સિટી રોડ પર યુવકની હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી