in , ,

પશ્વિમ બંગાળમાં 107 સાંસદો ભાજપમાં જોડાશે:મુકુલ રોય

પશ્વિમ બંગાળમાં ભાજપના નેતા મુકુલ રોયે શનિવારના રોજ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ડાબેરી પક્ષ (સીપીઆઇ), કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના કુલ 107 જેટલા સાંસદો ભાજપનો ખેંસ ધારણ કરશે. જો કે આ સાંસદો ક્યારે ભાજપમાં જોડાશે એ અંગે તેમણે કોઇ સ્પષ્ટતા કરી નથી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુકલ રોયે જણાવ્યું હતું કે આ દરેક સાંસદો ભાજપના સંપર્કમાં છે. ભાજપે આ સાંસદોની એક સૂચિ પણ તૈયાર કરી છે.

જણાવી દઇએ કે આ મોટા સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે કેટલાક દિવસ પહેલા જ ગોવામાં બીજેપીના કાર્યકારી પ્રેસિડેન્ટની હાજરીમાં કોંગ્રેસના 10 સાંસદોએ ભાજપનો ખેંસ ધારણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કર્ણાટક સંકટઃ કોંગ્રેસના 5 બળવાખોળ સાંસદો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાઃરાજીનામા સ્વીકારો

ગોવાઃત્રણ પૂર્વ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાયબ સ્પીકરએ મંત્રીપદના શપથ લીધા