in , ,

કરતારપુર કૉરિડોર ગુરુ નાનક દેવ જયંતી પહેલા શરૂ થઇ જશે – ગૃહ મંત્રાલય

ગુરુ નાનક દેવની 550મી જયંતી પહેલા કરતારપુર કૉરિડોર ખુલી જાય તેવી આશા વધી છે. ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ ગોવિંદ મોહને નિવેદન આપ્યું છે કે 11 નવેમ્બરથી કરતારપુર કૉરિડોરમાં લોકોની અવરજવર શરૂ થઇ જશે. 12 નવેમ્બરના રોજ ગુરુનાનક દેવનો 550મો જન્મદિવસ છે. કરતારપુર સાહિબ ગુરુનાનક દેવનું જન્મસ્થાન છે અને તે પાકિસ્તાનમાં સ્થિત છે.

પાકિસ્તાને પણ સમયસર કરતારપુર કૉરિડોરનું કામ પૂર્ણ કરાશે તેવો ભરોસો આપ્યો છે. જો કે પાકિસ્તાને કરતારપુર આવતા ભારતીય શ્રદ્વાળુઓ પાસેથી 20 ડૉલરના સેવા શુલ્કની માંગ કરી હતી પરંતુ ભારત સરકારે પાકિસ્તાનની આ માંગને ફગાવી દીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કૉરિડોરને લઇને વાતચીત ચાલી રહી છે.

કરતારપુર ગુરુ નાનકનું જન્મસ્થળ છે. પરંતુ વિભાજન સમયે કરતારપુર પાકિસ્તાનમાં ગયું હતું, પરંતુ ભારતીય સીમાથી નજીક આવેલું છે અને એટલે જ ભારતીય સીમાથી કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધી કૉરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે. આ કૉરિડોરના માધ્યમથી ભારતીય શ્રદ્વાળુઓ કોઇપણ પ્રકારના વિઝા વગર કરતારપુર સાહિબના દર્શનનો લાભ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતના રાષ્ટ્રપિતાની 150મી જયંતી પર ઈઝરાયલમાં મહાત્મા ગાંધીના નામે ચોકનું નામકરણ

POKના મુઝફ્ફરાબાદની રેલીમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન નિયાઝી સામે સૂત્રોચ્ચાર કરનાર સ્ટૂડન્ટ્સ સામે FIR