1. Home
  2. ગુજરાતી
  3. Man Vs Wild: આજે રાત્રે 9 વાગે થશે પ્રસારણ, PM મોદી એ કરી આ અપીલ
Man Vs Wild: આજે રાત્રે 9 વાગે થશે પ્રસારણ, PM મોદી એ કરી આ અપીલ

Man Vs Wild: આજે રાત્રે 9 વાગે થશે પ્રસારણ, PM મોદી એ કરી આ અપીલ

0

વિશ્વના સૌથી લોકપ્રિય શો Man Vs Wild માં આજે હોસ્ટ બેયર ગ્રીલ્સ સાથે પીએમ મોદી જોવા મળશે. શો ના પ્રસારણ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ તેમજ જળવાયુ પરિવર્તન પર પ્રકાશ પાડવા માટે આનાથી બહેતર પ્લેટફોર્મ ના હોઇ શકે. ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં આ શોનું શૂટિંગ થયું છે. આજે રાત્રે 9 વાગ્યે શોનું પ્રસારણ થશે. ગ્રીલ્સે પણ લોકોને આ શો જોવાનો આગ્રહ કર્યો છે.

ગ્રીલ્સ એ પણ કરી ટ્વીટ
ગ્રીલ્સે ટ્વીટ કરી હતી કે “પૃથ્વીની રક્ષા તેમજ શાંતિને પ્રોત્સાહિત કરવા માટે આપણે એકજુટ થઇને જે પણ કરી શકીએ છીએ તેટલું શક્ય યોગદાન આપીએ. શો નો આનંદ માણો.”

જણાવી દઇએ કે 180 દેશોમાં આ શો પ્રસારિત થશે. પ્રાણી સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન મુદ્દે પ્રકાશ પાડવાના હેતુસર આ શો બનાવાયો છે. આ શોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન પર પ્રકાશ પડાશે. ફેબ્રુઆરી માસમાં આ શોનું શૂટિંગ થયું હતું.

અમિત શાહ એ પણ કરી ટ્વીટ
ગૃહમંત્રી અમિત શાહ એ પણ આ શો જોવા માટે આગ્રહ કરતો એક વીડિયો શેર ટ્વીટ કર્યો છે. તેમણે ટ્વીટ કરી હતી કે “પીએમ મોદીની પર્યાવરણ અને તેના સંરક્ષણ માટેની પ્રતિબદ્વતા દુનિયા સારી રીતે જાણે છે. આજે રાત્રે 9 વાગ્યે તેને બીયર ગ્રીલ્સ સાથે અતુલ્ય ભારત વિશે વાત કરતા જુઓ.”

તે ઉપરાંત ભાજપ પાર્ટીએ તેના ટ્વીટર એકાઉન્ટ પર પણ વીડિયો ટ્વીટ કરીને આ શો જોવાનો આગ્રહ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.