1. Home
  2. ગુજરાતી
  3. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ પાકની નાપાક હરકતો ચાલુ, PoKમાં બનાવ્યા આતંકી કેમ્પ
બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ પાકની નાપાક હરકતો ચાલુ, PoKમાં બનાવ્યા આતંકી કેમ્પ

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ પાકની નાપાક હરકતો ચાલુ, PoKમાં બનાવ્યા આતંકી કેમ્પ

0
  • જૈશ-એ-મોહમ્મદ, જમાત-એ-ઇસ્લામીના આતંકી કેમ્પો
  • આતંકીઓ ભારતમાં ઘૂષણખોરી કરવાની ફિરાકમાં
  • લોન્ચિંગ પેડ પર 220થી વધુ આતંકીઓ ઉપસ્થિત

બાલાકોટ એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક છત્તાં પાકિસ્તાન સતત તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. જમ્મૂ કાશ્મીર પરના નિર્ણય બાદ અકળાયેલું પાકિસ્તાને LoC પાસે મૂવેબલ આતંકી ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા છે. આ મૂવેબલ ટ્રેનિંગ આતંકી કેમ્પમાં જમાત-એ-ઇસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ખુંખાર આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

પાકિસ્તાનના મૂવેબલ આતંકી કેમ્પની તસવીરો પણ સામે આવી છે. આ તસવીરમાં જમાત-એ-ઇસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનના ખુંખાર આતંકવાદીઓ નજર આવે છે. જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળ આ આતંકી કેમ્પોને ઑગસ્ટ મહિનામાં શરૂ કરાયા છે.

સૂત્રોનુસાર, લીપા, કાલુ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર અંદાજે 220 આતંકીઓ છે. તેમાંથી પીઓકેના લીપા લોન્ચિંગ પેડ પર 100થી વધુ આતંકી ઉપસ્થિત છે. આ આતંકીઓ ભારતમાં ઘૂષણખોરીની ફિરાકમાં છે.

સુરક્ષા એજન્સીઓ અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર શમશેર ખાનને આતંકીઓની ઘૂષણખોરીની જવાબદારી અપાઇ છે. તેઓ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ઑક્ટોબરની શરૂઆતમાં આતંકીઓને લૉન્ચ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.