in ,

પતંજલિનો યૂ ટર્ન, કહ્યું: અમે કોરોનાની કોઇ દવા બનાવી જ નથી

  • કોરોનિલ દવા પર આયુષ મંત્રાલયની પતંજલિ આયુર્વેદને નોટિસ
  • પતંજલિનો નોટિસમાં યુ-ટર્ન, અમે કોરોનાની દવા જ બનાવી નથી
  • થોડાક સમય પહેલા પતંજલિએ કોરોનિલ દવા કરી હતી લોન્ચ

કોરોનિલ દવા પર પતંજલિ આયુર્વેદે યૂ-ટર્ન મારી લીધો છે. ઉત્તરાખંડ આયુષ વિભાગ દ્વારા મળેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે તેમણે કોરોના માટેની કોઇ દવા બનાવી જ નથી. આપને જણાવી દઇએ કે તાજેતરમાં યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં પતંજલિની કોરોનિલ દવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

જો કે આ દવાના લોન્ચિંગ બાદ આયુષ મંત્રાલયની નોટિસના કારણે બધી બાજુથી ઘેરાઇ જતા કોરોનાની દવા બનાવી લેવાના પોતાના દાવાથી સ્વામી રામદેવની પતંજલિ કંપનીએ યૂ ટર્ન મારી લીધો છે. ઉત્તરાખંડના આયુષ વિભાગે મોકલેલી નોટિસના જવાબમાં પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે ક્યારેય કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો જ નથી. અમે તો એવી દવા બનાવી છે જેનાથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે.

આ અંગે વાત કરતા પતંજિલ આયુર્વેદના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણનું કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદ હજી પણ પોતાના દાવા અને દવા પર સ્થિર છે. અમે ક્યારેય કોરોનાની દવા બનાવાવનો કોઇ દાવો કર્યો જ નથી. સરકારની ગાઇડલાઇન અનુસાર મંજૂરી લઇને અમે જે દવા બનાવી છે તેનાથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. આયુષ વિભાગની નોટિસનો જવાબ અમે આપી દીધો છે.

નોંધનીય છે કે અઠવાડિયા અગાઉ બાબા રામદેવે દાવો કરતા કહ્યું હતું કે કોરોનિલ દવા કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને ડામવા માટે જરૂરથી કામ લાગશે. આ દવાથી ત્રણથી સાત દિવસમાં કોરોના વાયરસના દર્દીઓને સંપૂર્ણ પણે સ્વસ્થ્ય કરી શકાશે. ત્યારબાદ આયુષ મંત્રાલયે કહ્યું હતું કે, આ રોક ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી આ મુદ્દે વિધિવત તપાસ ન થાય. ત્યારબાદ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે આ દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુશાંત સિંહને ન્યાય અપાવવાની ઝુંબેશ, આ સંસ્થાએ કરી જાહેરાત

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી હટાવાઈ આ એપ