1. Home
  2. ગુજરાતી
  3. Forbes List: ટોચના 20 પ્રભાવશાળી લોકોમાં કનૈયાકુમાર અને પ્રશાંત કિશોરને મળ્યું સ્થાન
Forbes List: ટોચના 20 પ્રભાવશાળી લોકોમાં કનૈયાકુમાર અને પ્રશાંત કિશોરને મળ્યું સ્થાન

Forbes List: ટોચના 20 પ્રભાવશાળી લોકોમાં કનૈયાકુમાર અને પ્રશાંત કિશોરને મળ્યું સ્થાન

0

ફોર્બ્સ મેગેઝીનની ટોચની 20 પ્રભાવશાળી લોકોની સૂચિમાં આ વખતે બે બિહારીઓએ જગ્યા બનાવી છે. આ દિવસોમાં ખાસ કરીને રાજકારણને કારણે આ બે ચહેરાઓ વિશેષ રીતે ચર્ચામાં રહ્યા છે. તે છે JDU ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર અને JNU છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર. ફોર્બ્સ અનુસાર આવનારા દાયકામાં આ બન્ને રાજનીતિમાં નિર્ણાયક ચહેરો બનશે.

ફોર્બ્સની પ્રભાવશાળી લોકોની સૂચીમાં કનૈયા કુમાર 12માં તેમજ પ્રશાંત કિશોર 16માં ક્રમાંકે છે. તે ઉપરાંત મેગેઝિનમાં અન્ય 5 ભારતીય મૂળના લોકોને પણ સામેલ કરાયા છે. રાજકારણની હસ્તીઓ વિશે વાત કરીએ તો કનૈયા કુમાર અને પ્રશાંત કિશોર ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન, ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ન, પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ, ફિનલેન્ડના પીએમ સના મરિન અને બ્રિટનના પીએમ બોરિસ જૉનસનના નામ સામેલ છે.

ફોર્બ્સ અનુસાર કનૈયા કુમાર વર્ષ 2016માં જ્યારે કનૈયા કુમાર એ રાષ્ટ્રદ્રોહના આરોપોનો મજબૂતીથી જવાબ આપ્યો હતો ત્યારે તે રાજકારણના ચહેરા બન્યા હતા અને એ જ કારણોસર આગામી સમયમાં પણ તે રાજકારણમાં તેના સ્થાનને વધુ મજબૂત કરશે.

42 વર્ષના પ્રશાંત કિશોરના સંદર્ભે ફોર્બ્સે લખ્યું છે કે તેઓ વર્ષ 2011થી એક રાજનૈતિક રણનીતિકાર છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપનાર પ્રશાંત કિશોર એક સંગઠનના સંરક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેઓ આગળ જતા રાજકારણનો નિર્ણાયક ચહેરો બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.