1. Home
 2. revoinews
 3. PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં
PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

0
 • પીએમ મોદી અત્યારે દેશને કરી રહ્યા છે સંબોધિત
 • અગાઉ જનતા કર્ફ્યૂ, લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ વખતે કરી ચૂક્યા છે રાષ્ટ્રજોગ સંબોધન
 • અહીંયા પીએમ મોદીના આજના સંબોધનને લાઇવ નિહાળો

નવી દિલ્હી: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને તહેવારોની મોસમમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન દાખવવાની સલાહ આપી હતી. તે ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા દો ગજ કી દૂરી, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને માસ્ક પહેરવા દેશવાસીઓને અપીલ કરી હતી. સાથોસાથ પીએમ મોદીએ સરકાર રસી બને તેટલી જલ્દી લોકોના ઘર સુધી પહોંચે તે માટે સરકાર પ્રયાસરત છે તેવી ખાતરી પણ આપી હતી. આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમિયાન પીએમ મોદીનું આ સાતમું સંબોધન હતું. કોરોનાકાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. આ સંબોધન તેમણે 12.26 કર્યું હતું. આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું હતું. એ દિવસે તેઓ 17 મિનિટ બોલ્યા હતા.

અગાઉ પીએમ  મોદી દ્વારા અત્યારસુધી અનેકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું છે. જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલી કોરોના વેક્સીન ટ્રાયલ પર બેઠક પણ કરી હતી.

આજના પીએમ મોદીના સંબોધન વિશે અહીંયા વાંચો અને સંબોધનનો વીડિયો પણ જુઓ

નિહાળો પીએમ મોદીનું લાઇવ સંબોધન

પીએમ મોદીના સંબોધનના અંશો

 • કોરોના સામેની લડાઇમાં જનતા કર્ફ્યૂથી લઇને આજ સુધી આપણે ભારતવાસીઓએ લાંબી સફર તય કરી છે
 • સમય સાથે આપણી આર્થિક ગતિવિધિઓ પણ ઝડપથી વધી રહી છે અને આપણામાંથી મોટા ભાગના લોકો પોતાની જવાબદારી નિભાવવા અને જીવનની ગતિને આગળ વધારવા માટે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે
 • બે ગજનું અંતર, હાથ ધોવા અને માસ્ક પહેરવા. હું તમને ખુશ, સ્વસ્થ જોવા ઇચ્છું છુ. તહેવાર ઉત્સાહ અને આનંદ ભરે તે જોવા ઇચ્છુ છું
 • જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ ના રાખવી
 • તહેવારોના આ મોસમમાં રોકન ઘર ઘરમાં ફરી પ્રસરી રહી છે

 • એ ભૂલવું જોઈએ નહીં કે લૉકડાઉન ભલે ચાલ્યું ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયોના પ્રયત્નથી ભારત આજે જે સંભલી સ્થિતિમાં છે આપણે તેને બગડવા દેવાની નથી
 • સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલતા આપણા ડૉક્ટર, નર્સો, સુરક્ષા કર્મચારીઓ નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે
 • દેશમાં મૃત્યુ દર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝીલમાં આ આંકડો 25 હજાર છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યુ છે. દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે
 • વર્ષો બાદ આપણે જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છીએ. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ભારતમાં હાલ અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક એડવાન્સ સ્ટેજ પર છે
 • ભારતમાં 10 લાખની વસતીએ ફેટાલિટી રેટ 83 છે જ્યારે અમેરિકા, બ્રાઝિલ, સ્પેન, બ્રિટન જેવા દેશોમાં ફેટાલિટી રેટ 600 કરતાં વધુ છે

 • દેશમાં 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે
 • આ સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી
 • તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયા છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી. જો તમે લાપરવાહી રાખો છો, માસ્ક વગર ફરી રહ્યા છો, તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધોને મોટા સંકટમાં નાંખી રહ્યા છો
 • આજે દેશમાં રિકવરી રેટ સારો છે, Fatality Rate ઓછો છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની સરખામણીમાં ભારત પોતાના વધારેમાં વધારે નાગરિકોના જીવન બચાવવામાં સફળ રહ્યા છીએ

(સંકેત)

LEAVE YOUR COMMENT