in ,

કેબિનેટની બેઠકમાં જોવા મળ્યું સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉત્તમ ઉદાહરણ, PM મોદી-મંત્રીઓ વચ્ચે રહ્યું અંતર

  • કોરોના વાયરસના મુદ્દે કેબિનેટની બેઠક મળી
  • બેઠકમાં જોવા મળ્યું સોશિયલ અંતરનું ઉદાહરણ
  • થોડા અંતર પર બેઠેલા જોવા મળ્યાં પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી

કોરોના વાયરસની મહામારીથી બચવા માટે કેટલાક ઉપાયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ સામેલ છે. સમગ્ર દેશમાં જ્યારે 21 દિવસ સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીએ લોકોને મહત્તમ પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવાની અપીલ કરી છે.

આ નિયમનું પાલન ખુદ પીએમ મોદી પણ કરી રહ્યા છે. બુધવારના રોજ પીએમના નિવાસસ્થાને યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ પ્રત્યેક મંત્રીઓ વચ્ચે એક-એક મીટરનું અંતર જોવા મળ્યું હતું.

કોરોના વાયરસથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાને લઇને આજે પીએમ મોદીએ તેમના નિવાસ સ્થાને કેબિનેટની બેઠક બોલાવી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું.

કોરોના વાયરસ ચેપી હોવાથી કોઇ સાથે પ્રત્યક્ષ સંપર્ક કે સ્પર્શથી તે જલ્દી ફેલાય છે ત્યારે દુનિયાભરના વિશેષજ્ઞોએ સલાહ આપી છે કે લોકો એકબીજા વચ્ચે અંતર બનાવીને રાખે. જેથી તેનો ઝડપી ફેલાવો રોકી શકાય.

(સંકેત)

 

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Corona: Trump Admin, Senators nod to a USD 2 trillion package; India to follow

Coronavirus: South Korea uses thermal imaging to identify patients