1. Home
  2. ગુજરાતી
  3. આતંક વિરુદ્વની લડાઇમાં ભારત-જર્મની સાથે, બન્ને દેશો વચ્ચે કુલ 17 સમજૂતી
આતંક વિરુદ્વની લડાઇમાં ભારત-જર્મની સાથે, બન્ને દેશો વચ્ચે કુલ 17 સમજૂતી

આતંક વિરુદ્વની લડાઇમાં ભારત-જર્મની સાથે, બન્ને દેશો વચ્ચે કુલ 17 સમજૂતી

0
  • પીએમ મોદીને મળ્યા જર્મીનીના ચાન્સેલર એંજેલા મર્કેલ
  • ભારત અને જર્મની વચ્ચે કુલ 17 સમજૂતી પર હસ્તાક્ષર
  • આતંકવાદ વિરુદ્વની લડાઇમાં ભારત-જર્મની સાથે

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે દિલ્હીના હૈદારાબાદ હાઉસમાં મુલાકાત થઇ હતી. બન્ને નેતાઓએ અહીંયા દ્વિપક્ષીય સ્તરે વાતચીત કરી હતી અને આતંકવાદ વિરુદ્વની લડાઇમાં એક-બીજાને સાથ આપવાનું કહ્યું હતું. ભારત-જર્મની વચ્ચે આ દરમિયાન કુલ 17 સમજૂતી થઇ હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જર્મની આતંકવાદ વિરુદ્વની લડાઇમાં એકબીજાની સાથે છે.

બન્ને દેશો વચ્ચે આ સમજૂતીઓ પર થયા હસ્તાક્ષર

સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે ચાન્સેલર મર્કેલને જર્મની અને યુરોપ ઉપરાંત વિશ્વમાં લાંબા સમય સુધી સેવા આપનારામાં પ્રમુખ નેતાઓમાં તેમની ગણના થાય છે. છેલ્લા દોઢ દાયકામાં ચાન્સેલર તરીકે તેમણે ભારત-જર્મનીના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ માટે હું તેમનો આભારી છું.

તેમણે કહ્યું કે દરેક બે વર્ષે થનારી ત્રણ IGC બેઠકોમાં ચાન્સેલર મર્કેલ સાથે ભાગ લેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. આ mechanism થી દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ વધુ ગાઢ બન્યો છે અને આજે થયેલી સમજૂતીઓ પણ આ જ વાતનું પ્રતીક છે.

અનેક ક્ષેત્રોમાં ભારત-જર્મની સાથે
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જર્મની ખાસ કરીને New and Advanced technology માં તેમજ Strategic Cooperation માં આગળ વધી રહ્યો છે. વર્ષ 2022માં સ્વતંત્ર ભારત 75 વર્ષનું થશે. ત્યાં સુધી અમે નવા ભારતના નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ પ્રયાસમાં ભારતની પ્રાથમિકતાઓ તેમજ આવશ્યકતાઓ માટે જર્મની જેવા ટેક્નોલોજીકલ અને ઇકોનોમિક પાવર હાઉસની ક્ષમતાનો ઉપયોગ કરાશે.

વડાપ્રધાને ઉમેર્યું કે ન્યૂ એન્ડ એડવાન્સ્ડ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ, શિક્ષા, સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર અપાયો છે. વેપાર અને રોકાણમાં ભાગીદારીને વધારવા માટે ખાનગી સેક્ટરને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. ચાન્સેલર મર્કેલ અને હું બન્ને દેશોના કેટલાક પ્રમુખ ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરીશું.

જર્મન ચાન્સેલરે કહ્યું..
બીજી તરફ જર્મનીના ચાન્સેલર મર્કેલે કહ્યું હતું કે ભારતમાં તેમનું શાનદાર સ્વાગત કરાયું છે, બન્ને દેશો વચ્ચેની મિત્રતા અતૂટ છે. ભારત-જર્મની ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર એક સાથે છે અને તેને લઇને પગલાં ભરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.