in ,

પીએમ મોદી મંગળવારે સાંજે 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

  • ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ
  • સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
  • આ બધા વચ્ચે પીએમ મોદી આજે 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ભારત અને ચીન વચ્ચે સરહદ પણ તણાવ વધી રહ્યો છે, બીજી તરફ ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, અનલોક-2 માટે પણ નવી માર્ગદર્શિકા રજૂ કરાઇ છે ત્યારે આ બધા વચ્ચે પીએમ મોદી મંગળવારે સાંજે 4 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણ બાદથી જ્યારે પણ પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરે છે ત્યારે લોકડાઉન, અનલોક, 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ, આત્મનિર્ભર ભારત સહિત નવી જાહેરાતો કરતા હોય છે. આ વચ્ચે હવે મંગળવારે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન ભારત અને ચીન વચ્ચેના તણાવની વચ્ચે કોરોનાને લઇને દેશને શું મંત્ર આપે છે તે જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની રહી છે. દેશમાં અનલોક 1.0 દરમિયાન કોરોનાના કેસમાં ઝડપી ગતિએ ઉછાળો આવ્યો હતો જેને કારણે આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 5 લાખને પાર થઇ ચૂકી છે. સરકાર દ્વારા હવે અનલોક 2 અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ત્યારે હવે લોકો સ્વયં શિસ્તનું પાલન કરીને કોરોના સામેની લડતમાં સરકારનો સાથ આપે તે આવશ્યક છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરતમાં કોરોનાના કેસ વધતા હિરા બજાર બંધ કરવાનો કરાયો નિર્ણય

ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ બાદ હવે ‘ઝૂમ એપ’ પર બંધ થઈ શકે છે શિક્ષણ