in ,

PoK પર બોલ્યા સત્યપાલ મલિક – યુદ્વના પક્ષમા નથી, વિકાસથી PoK હાંસલ કરીશું

જમ્મૂ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે તેઓ જમ્મૂ કાશ્મીરના વિકાસ અને પ્રગતિ માટે કામ કરવાના છે. તે ઉપરાંત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિશે કહ્યું હતું કે તેઓ યુદ્વના પક્ષમાં નથી.

તેમણે કહ્યું કે વિકાસ મારફતે તેઓ પીઓકેને ફરી હાંસલ કરશે. પીઓકેના નિવાસીઓએ પોતાની મરજીથી જમ્મૂ કાશ્મીરમાં વિલયનો વિકલ્પ પસંદ કરવો જોઇએ. આપણા અનેક મંત્રીઓએ પીઓકે આગામી લક્ષ્ય છે તેવું કહ્યું છે. હું કહું છું કે જો આપણે જમ્મૂ કાશ્મીરનો વિકાસ કરીશું તો આપણું કામ પીઓકેમાં પણ દેખાશે.

રાજ્યપાલ મલિકે કહ્યું કે કલમ 370 પરના નિર્ણય બાદ એકપણ વાર ગોળીબાર નથી થયો. આપણે આપણા કાશ્મીરી ભાઇઓને સમ્માન આપવું પડશે. કાશ્મીરને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે.પાકિસ્તાને પણ તે જોવું પડશે. શ્રીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેઓએ કાશ્મીર પર નિવેદન આપ્યું હતું.

શ્રીનગરમાં 15 પાવર પ્રોજેક્ટનું ઉદ્વાટન કરાયું હતું. જ્યારે 20 નવી પરિયોજનાઓ પર કામ શરૂ થઇ ચૂક્યું છે. કાર્યક્રમમાં જમ્મૂ અને શ્રીનગરમાં 24 કલાક વીજળી આપવાનું એલાન કરાયું હતું. આ વર્ષે અમે જમ્મૂ-શ્રીનગરમાં 24 કલાક વીજ પૂરવઠો સુનિશ્વિત કરવાનો નિર્ણય લીધો છે તેવું સત્યપાલ મલિકે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અરુણાચલ પ્રદેશ: બોર્ડર પર વધશે ભારતની સૈન્ય શક્તિ, વિજયનગર એરફીલ્ડ શરૂ

Video: લડાખ પછી હવે અરુણાચલ પ્રદેશમાં દેખાશે ભારતીય સેનાનો જોશ, ઉડી જશે દુશ્મનના હોશ