in ,

ચંદ્રબાબુ નાયડુની મુશ્કેલી વધી, વેદિકા બાદ હવે આ ઘર પર બુલડોઝર ફરશે

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની મુશ્કેલી વધી શકે છે. ચંદ્રબાબુ નાયડુની બિલ્ડિંગ ‘પ્રજા વેદિકા’ ને તોડી પડાયા બાદ હવે તેના આવાસ પર કરાયેલા ગેરકાયદેસર નિર્માણને પણ તોડી પાડવામાં આવે તેવી શક્યતા છે.

હકીકતમાં, આંધ્ર પ્રદેશ કેપિટલ ડેવલપમેન્ટ ઑથોરિટીએ કૃષ્ણા નદી પાસે બનેલા ઘર માટે નોટિસ જારી કરી છે. જે લિંગમનેની રમેશના નામે છે. ગેરકાયદેસર નિર્માણને હટાવવા માટે આ નોટિસ જારી કરાઇ છે.

કેપિટલ ડેવલપમેન્ટ ઑથોરિટીએ નોટિસમાં ગેરકાયદેસર નિર્માણને હટાવવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. નોટિસમાં ચેતવણી અપાઇ છે કે જો આદેશનું પાલન નહીં કરાય તો તેની વિરુદ્વ કાર્યવાહી કરાશે અને ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવામાં આવશે.

ઑથોરિટી અનુસાર ગ્રાઉંડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સ્વીમિંગ પૂલ તેમજ ડ્રેસિંગ રૂમનું નિર્માણ વગર મંજૂરીએ કરાયું છે, જે માનદંડોનું ઉલ્લંઘન છે.

નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુના અમરાવતી સ્થિત ઘરથી નજીકની ઇમારત પ્રજા વેદિકાને આ જ વર્ષે જૂન મહિનામાં તોડી પાડવામાં આવી હતી. રાજ્યના નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઇમારતને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઇમારત ગેરકાનૂની છે અને આ પ્રકારની ઇમારતોને તોડી પાડવાના અભિયાન હેઠળ સૌથી પહેલા પ્રજા વેદિકા પર બુલડોઝર ફેરવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ

કચ્છના ભચાઉ હાઈવે પર કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોતઃ 6 ઘાયલ