in ,

નોકરી અંગેના નિવેદન બાદ સંતોષ ગંગવાર સંકટમાં, કોર્ટમાં દાખલ થયો કેસ

કેન્દ્રીય શ્રમ રોજગાર રાજ્યમંત્રી સંતોષ ગંગવાર તેના નિવેદનોને કારણે વધુને વધુ ઘેરાઇ રહ્યા છે. બિહારના મુઝફ્ફરપુરમાં તેના વિરુદ્વ કેસ દાખલ કરાયો છે. સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ આઇપીસીની ધારા 195, 153, 295, 405 હેઠળ કેસ દાખલ કર્યો છે. 25 સપ્ટેમ્બરના રોજ આ કેસની સુનાવણી થશે. તમન્ના હાશમીએ સંતોષ ગંગવાર પર ઉત્તર ભારતીયોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં, સંતોષ ગંગવારે બરેલીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજે દેશમાં નોકરીની કોઇ અછત નથી, પરંતુ ઉત્તર ભારતના યુવાવર્ગમાં કાબેલિયત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રામમંદિર પર સુનાવણી વચ્ચે શિવસેનાની માગણી, રાહ નહીં જોઈ શકાય, કાયદો બનાવે સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું હવાઈ નિરીક્ષણ કર્યું : નર્મદા ડેમ છલકાતા ખુશી વ્યક્ત કરી