in , ,

આઝમ ખાનના પરિવાર પર હવે જેલની જમીન હડપવાનો આરોપ, પુત્ર પર કેસ

  • આઝમ ખાન પરિવાર ફરી મુશ્કેલીમાં ફસાયો
  • ફાંસીઘરની જ જમીન હડપવાનો આરોપ
  • બીજેપી નેતાએ આ અંગે કરી હતી ફરીયાદ

ઉત્તર પ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન અને તેના પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેના પરિવાર પર જેલની જમીન હડપવાનો આરોપ લાગ્યો છે. શુક્રવારે આ મામલે તેના મોટા પુત્ર અદીબ આઝમ ખાન અને અન્ય આરોપીઓ વિરુદ્વ કેસ દાખલ કરાયો છે.

સૂત્રોનુસાર, આ મામલો ફાંસી ઘર જમીનથી જોડાયેલો છે. તપાસ બાદ ભારતીય દંડ સંહિતાની ધારા 420, 447 ની સાથોસાથ જાહેર સંપત્તિ નુકસાન નિવારણ એક્ટ 1884ની ધારા 3(3) ખ હેઠળ કેસ દાખલ કરાયો છે.

જિલાધિકારી જેપી ગુપ્તાના હવાલેથી મીડિયા અહેવાલથી જાણકારી મળી કે ગાટા નંબર-7 અને 8ની જમીનની ખરીદી કરાઇ. પરંતુ, આ શાસકીય ભૂમિ હોવાથી તેને વેચવાનો કે ખરીદવાનો કોઇની પાસે અધિકાર નથી. આ જ કારણોસર આ 30 લોકો વિરુદ્વ FIR કરાઇ છે.

હકીકતમાં, બીજેપી નેતા આકાશ સકસેનાએ આ બાબતે ફરીયાદ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જિલા કારાગારમાં જે જગ્યાએ ફાંસીઘર હતું, ત્યાંની ભૂમિ હાલમાં આઝમના નિકટવર્તીઓ અને સંબંધીઓ પાસે છે. ડીએમે ત્યારબાદ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સેન્સેક્સમાં 10 વર્ષની સૌથી મોટી તેજી, રોકાણકારોએ 7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

બિટકોઈન પ્રકરણઃ પોલીસને પુરાવા આપવાની તૈયારી દર્શાવનાર નિશા ગોંડલિયા પર હુમલો