Politicalગુજરાતી

મારું નામ રાહુલ સાવરકર નથી, ગાંધી છે, મરી જઇશ પરંતુ માફી નહીં માગું: રાહુલ ગાંધી

  • દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઇ કોંગ્રેસની ભારત બચાઓ રેલી
  • રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
  • આ લોકો દેશને વહેંચવાની કોશિશ કરી રહ્યા છે – રાહુલ ગાંધી

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કોંગ્રેસની ભારત બચાઓ રેલીમાં રાહુલ ગાંધીએ પોતાના રેપ ઇન ઇન્ડિયા નિવેદન પર કહ્યું હતું કે હું બીજેપીને કહેવા માંગું છું કે મારું નામ રાહુલ ગાંધી છે. મારું નામ રાહુલ સાવરકર નથી. હું સત્ય માટે મરી જઇશ, પરંતુ માફી નહીં માંગું.

રાહુલ ગાંધીએ આ રેલીમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ દેશને સૌથી વધુ નુકશાન અન્ય કોઇએ નહીં પરંતુ વડાપ્રધાને કર્યું છે. પીએમ મોદીએ અદાણીને 50 કોન્ટ્રાક્ટ આપ્યા છે. દેશના એરપોર્ટ આપી દીધા. આ કોન્ટ્રાક્ટ કેમ આપ્યા. આ કોન્ટ્રાક્ટ કેમ આપ્યા. 1 લાખ 40 હજાર કરોડ રૂપિયા, 15-20 લોકોનું દેવું પણ માફ કર્યું છે.

રાહુલ ગાંધીએ વધુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ લોકો કોલ રેટ વધારશે પરંતુ વેપારીઓનું દેવુ માફ કરી દેશે. જ્યાં સુધી દેશની જનતા પાસે પૈસા નહીં હોય ત્યાં સુધી દેશનું અર્થતંત્ર ડામાડોળ રહેશે. મોદીએ તમારા ખિસ્સામાંથી પૈસા કઢાવી દીધા. આજે જગતનો તાત આત્મહત્યા કરી રહ્યો છે. આ લોકો દેશને વહેંચવાની કોશિશ કરે છે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

‘રિયો’ ઘોડો પ્રજાસત્તાક દિવસ પર ઇતિહાસ રચશે, 18 મી વખત પરેડમાં થશે સામેલ

– પ્રજાસતાક દિવસ પર ઈતિહાસ રચશે રિયો ઘોડો – 18 મી વખત પરેડમાં થશે સામેલ – 15 મી વખત તેના પર દળના…
Nationalગુજરાતી

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને આઈએસઆઈ નિશાન બનાવે તેવી શકયતા

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકારના વિરોધમાં ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજાવાની છે….
Bolly woodગુજરાતી

SCAM 1992 બાદ હવે પ્રતિક ગાંધી આ ફિલ્મમાં જોવા મળશે, જેકી શ્રોફ સાથે શૂટિંગ શરૂ થયું

– પ્રતિક ગાંધી ‘અતિથી ભૂતો ભવા’ ફિલ્મમાં જોવા મળશે – આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશે – મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ…

Leave a Reply