in ,

રાજીવ કુમારના આગોતરા જામીન પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારના આગોતરા જામીન અરજી પર કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. પશ્વિમ બંગાળની અલીપુર કોર્ટમાં રાજીવ કુમારે આગોતરા જામીન માટે અરજી કરી હતી. શારદા ચિટફંડ મામલે સીબીઆઇ રાજીવકુમારને તપાસમાં સામેલ થવા માટે અનેકવાર સમન્સ પાઠવી ચૂકી છે તેમ છત્તાં રાજીવ કુમાર સીબીઆઇ સમક્ષ રજૂ નથી થયા અને ભાગતા ફરી રહ્યા છે.

અગાઉ, આઇપીએસ અધિકારી રાજીવ કુમારની તપાસ માટે સીબીઆઇએ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કોલકાતા હાઇકોર્ટ તરફથી તેને ધરપકડથી મળેલી વચગાળાની રાહત હટ્યા બાદ શુક્રવારે સાંજથી તેઓ જાહેરમાં ક્યાંય નજર નથી આવ્યા. હાલમાં સીબીઆઇ રાજીવ કુમારની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત