NATIONALREGIONALગુજરાતી

કોરોનાનો કહેર: રાજ્યસભાની ચૂંટણી પણ સ્થગિત કરાઇ, નવી તારીખોની બાદમાં થશે જાહેરાત

  • કોરોના વાયરસને કારણે પ્રવર્તિત સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો નિર્ણય
  • રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી ચૂંટણી કરાઇ સ્થગિત
  • નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે: ચૂંટણી પંચ

કોરોના વાયરસને કારણે પ્રવર્તિત સ્થિતિને ધ્યાનમાં રાખતા આગામી રાજ્યસભા ચૂંટણીને પણ સ્થગિત કરી દેવામાં આવી છે. મંગળવારે ચૂંટણી પંચે આ જાણકારી આપી હતી. જણાવી દઇએ કે અગાઉ 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થવાનું હતું. 7 રાજ્યોની 18 રાજ્યસભા બેઠકો માટે થનારા મતદાનમાં બીજેપી તેમજ કોંગ્રેસ વચ્ચે કેટલીક બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, મેઘાલય, આંધ્ર પ્રદેશ તથા ઝારખંડની રાજ્યસભા બેઠક માટે પણ મતદાન થવાનું હતું.

આ બેઠકો પર મતદાન માટેની નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે તેવું ચૂંટણી પંચે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું ક આ નિર્ણય જનપ્રતિનિધિત્વ અધિકાર અધિનિયમ 1951ની કલમ 153 હેઠળ લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે જાણકારી આપતા કહ્યું હતું કે WHO દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરતાં અને ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પણ તેની પર નજર રાખી રહ્યું છે. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારો દ્વારા પણ વિવિધ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદાતાઓ સહિત વિભિન્ન અધિકારી એકત્ર થશે એવામાં હાલની સ્થિતિમાં ચૂંટણી ન યોજી શકાય.

ઉલ્લેખનીય છે કે કુલ 55 બેઠક પર ચૂંટણી થવાની હતી. જો કે, 37 બેઠકો પર નિર્વિરોધ ચૂંટણીના કારણે ત્યાંના રિટર્નિંગ અધિકારીઓએ તેમને પ્રમાણ પત્ર આપી દીધા હતા. એવામાં માત્ર 18 બેઠકો પર મતદાન બાકી હતું જે આગામી 26 માર્ચે થવાનું હતું.

(સંકેત)

Related posts
NATIONALગુજરાતી

ટેરર ફંડિગ મામલે જમ્મૂ કાશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા

આતંકીઓને નાણાં ભંડોળ પૂરી પાડતી NGO સામે NIAની લાલ આંખ આતંકીઓના નાણાં આપતી NGOના 10 ઠેકાણે NIAના દરોડા જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ…
NATIONALગુજરાતી

પોઝિટિવ ન્યૂઝ: ફાર્મા કંપની ફાઇઝરનો દાવો, વર્ષ 2020માં જ તૈયાર કરી લેશે કોરોનાની વેક્સીન

ફાર્મા કંપની ફાઇઝરે કોરોના વેક્સીનને લઇને આશા વ્યક્ત કરી કંપની અનુસાર આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સીન તૈયાર થઇ જશે રસી તૈયાર…
NATIONALગુજરાતી

કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ખેડૂતોને આર્થિક સક્ષમ બનાવવા કેરળ સરકારની પ્રશંસનીય પહેલ ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા આ પ્રકારની પહેલ કરનારું કેરળ દેશનું…

Leave a Reply