in ,

બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે માત્ર 32 દિવસમાં ફાંસીનો ચૂકાદો આપ્યો

ભોપાલની કોર્ટે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાના મામલે દોષિતને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે માત્ર 32 દિવસની અવધિમાં જ આ ચૂકાદો આપ્યો છે. કોર્ટના સ્પેશિયલ જજ કુમુદની પટેલ દ્વારા આ ચૂકાદો અપાયો હતો. જણાવી દઇએ કે 8 જૂનના રોજ ભોપાલના કમલાનગર વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ દોષિતે તેની હત્યા કરી હતી. પોલિસને દુષ્કર્મના બીજા દિવસે પીડિતાનું શવ નાળામાંથી મળ્યું હતું.

બાળકી 8 જૂનથી લાપતા હોવાથી પરિવારજનોએ તેની શોધ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ના મળતા પરિવારજનોએ કમલાનગર પોલિસી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલિસે કેસ નોંધવાની ના પાડી હતી. બાળકીની શોધમાં બેદરકારી દાખવવા બદલ 6 પોલિસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરાયા હતા.

ઘટનાના એક દિવસ પછી આરોપી પકડાયો
પોલિસે દોષિત વિષ્ણુ પ્રસાદની ખંડવાના મોરટક્કા વિસ્તાર પાસેથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ માટે પોલિસે 20 ટીમ બનાવી હતી. તે ઉપરાંત તેના પર રૂ.20,000 નું ઇનામ પણ જાહેર કરાયું હતું.

પોલિસે 40 સાક્ષીઓને કોર્ટમાં કર્યા હાજર
ભોપાલ પોલિસે 17 જૂનના રોજ દોષિત વિરુદ્વ સ્પેશિયલ કોર્ટમાં 108 પાનાનું ચલણ રજૂ કર્યું હતું. 19 જૂનના રોજ કોર્ટમાં આરોપ સાબિત થયા હતા. આ મામલે પોલિસે 40 સાક્ષીઓને પણ કોર્ટમાં હાજર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

BJP સાંસદ હંસરાજ હંસની મુશ્કેલી વધી, દિલ્હી હાઇકોર્ટે ફટકારી નોટિસ

પોલીસ કમિશ્નરની સુરક્ષામાં વિધાનસભામાં પહોંચ્યા સ્પીકર