in , , ,

અમદાવાદ: રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર ગુજરાતી ફિલ્મ “હેલ્લારો’નું આવતીકાલે લૉન્ચ થશે ટ્રેલર

  • વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ વન મોલ ખાતે ટ્રેલર લૉન્ચ થશે
  • વસ્ત્રાપુરના અમદાવાદ વન મોલ ખાતે બપોરે 2 વાગે લૉન્ચ થશે ટ્રેલર
  • ટ્રેલર લૉન્ચ ઉપરાંત પ્રેસ કૉન્ફરન્સનું પણ આયોજન

વર્ષ 2018 માટે જાહેર કરવામાં આવેલા 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીતનાર ફિલ્મ “હેલ્લારો”નું આવતીકાલે ટ્રેલર લૉન્ચ થશે. ટ્રેલર લૉન્ચ ઉપરાંત પ્રેસ કૉન્ફરન્સ પણ યોજાશે. સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત હેલ્લારોનું 10 ઑક્ટોબરે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ વન મોલના સિનેપોલિસ ખાતે બપોરે 2 વાગ્યે ટ્રેલર લૉન્ચ થશે અને પ્રેસ કૉન્ફરન્સ પણ યોજાશે. ગુજરાતના ગૌરવ સમાન આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” ને 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આ એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે. IFFIના જ્યુરીએ આ નવેમ્બર, 2019માં ગોવામાં યોજાનારા ભારતના 50 માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે “હેલ્લારો”ની પસંદગી કરી છે.

ફિલ્મ વિશે:
હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા છે, જે ગુજરાતના લોક-નૃત્ય ગરબા પર આધારિત છે. આ વાર્તામાં 12થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફિલ્મનું શુટિંગ ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પરના ગુજરાતના છેલ્લા ગામ ‘કુરાન’માં કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ફિલ્મમાં 1975ના સમયની કચ્છની સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળશે.

ક્રૂ મેમ્બર્સ:
નિર્દેશક: અભિષેક શાહ
નિર્માતા: આશિષ પટેલ
સહ-નિર્માતા: અભિષેક શાહ, આયુષ પટેલ, મીત જાની, પ્રતીક ગુપ્તા
લેખક: અભિષેક શાહ અને પ્રતીક ગુપ્તા
લિરિક્સ અને સંવાદો: સૌમ્ય જોષી
સિનેમેટોગ્રાફર: ત્રિભુવન બાબુ
સંગીત: મેહુલ સુરતી
નૃત્ય-નિર્દેશક: સમીર તન્ના અને આર્શ તન્ના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PoKથી આવેલા 5300 કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારનું એલાન, મળશે 5.5 લાખ

ગુજરાત ગૌરવ ગાથા-1 : શું તમે જાણો છો, ઘોરીની ગુજરાતીના હાથે હાર, ગઝનવી-અકબરને ટક્કર ગુજરાતનું “પાણિપત” અને “જલિયાંવાલા બાગ”!