NATIONALગુજરાતી

એલ.પી.જી.સિલિન્ડરની કિંમત યથાવત રહેશે

  • કોરોના સંકટ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
  • ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસની કિંમતો યથાવત્ રાખી
  • મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી સસ્તી થઇ

કોરોના સંકટ દરમિયાન વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રાંધણ ગેસની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી સસ્તી થઇ હતી. જૂનમાં જો કે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.

દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ 594 રૂપિયા પર છે. અન્ય શહેરોમાં ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ સ્થિર છે.

જુલાઇ મહિનામાં જો કે કિંમતમાં 4 રૂપિયાની તેજી જોવા મળી છે. જૂન દરમિયાન પણ 14.2 કિલોગ્રામ પર સબસિડી વગરના એલપીજી સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘુ થઇ ગયું છે. ત્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

નોંધનીય છે કે કોરોના સંકટને કારણે લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઇની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતા.

આઈઓસીની વેબસાઈટ મુજબ દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઈની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ સમાચાર કોરોના મહામારીની વચ્ચે ગૃહિણીઓ માટે રાહત રૂપ છે.

(સંકેત)

 

Related posts
NATIONALગુજરાતી

ચુકાદો: લીવ ઇન રિલેશનશીપ કાયદેસર અને બંધારણીય છે: અલાહાબાદ હાઇકોર્ટ

અલાહાબાદ હાઇકોર્ટે આજે આપ્યો મહત્વનો ચુકાદો બે પુખ્ત વયના વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો કાયદેસર અને બંધારણીય છે કોઇને આવા યુગલના…
NATIONALગુજરાતી

EDની મુસ્લિમ સંગઠન PFI સામે કાર્યવાહી, 26 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુસ્લિમ સંગઠન PFI સામે કરી મોટી કાર્યવાહી ઇડી દ્વારા 8 રાજ્યોમાં PFIના 26 સ્થળો પર દરોડા CAA કાયદા વિરુદ્વ હિંસા…
NATIONALગુજરાતી

ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ કર્યો પરત

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પણ નોંધાવ્યો વિરોધ પ્રકાશસિંહ બાદલે પોતાનું પદ્મવિભૂષણ સન્માન પરત કરી વિરોધ નોંધાવ્યો પ્રકાશસિંહ…

Leave a Reply