1. Home
  2. ગુજરાતી
  3. લોકડાઉન દરમિયાન ભારતના ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટનો શહેરી વિસ્તાર કરતા પણ વધુ વપરાશ, 22.70 કરોડ વપરાશકર્તા
લોકડાઉન દરમિયાન ભારતના ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટનો શહેરી વિસ્તાર કરતા પણ વધુ વપરાશ, 22.70 કરોડ વપરાશકર્તા

લોકડાઉન દરમિયાન ભારતના ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટનો શહેરી વિસ્તાર કરતા પણ વધુ વપરાશ, 22.70 કરોડ વપરાશકર્તા

0
  • દેશભરમાં લોકડાઉનને કારણે સ્માર્ટફોનનો વપરાશ વધ્યો
  • ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટનો વપરાશ શહેર વિસ્તાર કરતા પણ વધારે
  • ગ્રામીણ વિસ્તારમાં 22.70 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા

દેશભરમાં લોકડાઉન છે ત્યારે શહેર કે ગ્રામીણ વિસ્તાર, દરેક જગ્યાએ લોકો ઘરમાં હોવાથી સ્માર્ટફોનના વપરાશમાં ખૂબજ વધારો થયો છે. વધુને વધુ લોકો સોશિયલ મીડિયા એક્સેસ કરી રહ્યા છે, ઑનલાઇન ગેમ્સનો તો જાણે રાફડો ફાટ્ય છે. થ્રીલર તેમજ સસ્પેન્સ, એક્શનથી ભરપૂર વેબ સીરિઝ લોકો સતત ઇન્ટરનેટના માધ્યમથી નિહાળી રહ્યા છે. ટિકટોકમાં વીડિયો બનાવી રહ્યા છે. આ રીતે ઇન્ટરનેટનો વપરાશ પણ ખૂબજ વધ્યો છે. ખાસ કરીને ગ્રામીણ ભારતવાસીઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં શહેરી ભારતીયોને પણ એકદમ પાછળ રાખી દીધા છે. આ બદલાવ દરેક હાથમાં સ્માર્ટફોન તેમજ સસ્તા ઇન્ટરનેટ જોડાણની મદદથી શક્ય બન્યો છે.

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયાના આંકડા પર નજર કરીએ તો શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડા ગામમાં 10 ટકા વધારે ઇન્ટરનેટનો ઉપયોગ થઇ રહ્યો છે. અર્થાત્ ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારના લોકો કરતાં ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે. અહેવાલ મુજબ શહેરી વિસ્તારોમાં 20.50 કરોડની જનસંખ્યા ઇન્ટરનેટનો વપરાશ કરે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેની સંખ્યા 22.70 કરોડ પર પહોંચી ચૂકી છે.

ભારતમાં ખાસ કરીને સ્માર્ટફોન તેમજ હાઇસ્પીડ ઇન્ટરનેટ આ બદલાવ પાછળનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી માસમાં ભારતે સ્માર્ટફોનના માર્કેટમાં અમેરિકી માર્કેટને પણ પછાડ્યું હતું. ભારતમાં હાલ 50.40 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.