in ,

હવે પ્રવાસી ભારતીય કેન્દ્ર ‘સુષ્મા સ્વરાજ ભવન’ તરીકે ઓળખાશે

ભાજપના દિવંગત નેતા અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની જયંતિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરવા માટે વિદેશ મંત્રાલયે એક અનોખો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસનું નામ સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કરવાની જાહેરાત કરી છે.

સુષ્મા સ્વરાજને યાદ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે “આ જાહેરાત કરતા ખુશી થઇ કે સરકારે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કરવાનો નિર્ણય લીધો છે. એક મહાન જાહેર હસ્તીને શ્રદ્વાંજલિ. અમને પ્રોત્સાહન આપવા માટે.”

નોંધનીય છે કે સુષ્મા સ્વરાજનું 6 ઑગસ્ટ, 2019ના રોજ અવસાન થયું હતું. તેઓ વર્ષ 1998માં દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2009થી 2014 દરમિયાન લોકસભામાં વિપક્ષના પ્રથમ મહિલા નેતા તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ 2014-19 દરમિયાન સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે પણ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોરબીમાં ગરીબ પરિવારના બાળકો માટે ખાસ રહ્યો વેલેનન્ટાઈ ડેઃ લક્સઝુરિયસ કારમાં કરી મુસાફરી

કેમ છો ટ્રમ્પની તૈયારીમાં 1 કરોડનો 3ડી કેમેરા લગાવાયો -લાખો લોકોના થશે પોલીસ વેરિફિકેશન અને પછી જ મળશે એન્ટ્રી