સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે કેરળના સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશ સંબંધિત વર્ષ 2018નો નિર્ણય અંતિમ નથી કારણ કે આ મામલાને હવે વૃહદ પીઠને સોંપાયો છે. આ ટિપ્પણી એ સમયે આવી છે જ્યારે એક મહિલા શ્રદ્વાળુ બિન્દુ અમીનીની તરફથી વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે 2018ના નિર્ણયનો ઉલ્લંઘન થવાનો આરોપ લગાવ્યો. તેમણે દલીલ કરી હતી કે મંદિરમાં પ્રવેશનો પ્રયાસ કરનારા તેના અસીલ પર હુમલો થયો છે.
મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની અધ્યાક્ષતા હેઠળની પીઠે 14 નવેમ્બરના નિર્ણયને ટાંકીને કહ્યું હતું કે વર્ષ 2018નો નિર્ણય અંતિમ શબ્દ નથી કારણ કે આ મામલો સાત સદસ્યોની પીઠની પાસે વિચાર માટે મોકલાયો છે.
નોંધનીય છે કે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની પાંચ સભ્યોની બંધારણીય પીઠે વર્ષ 2018ના નિર્ણય પરની પુનર્વિચાર માટે દાખલ કરાયેલી અરજીઓને મુસ્લિમ તેમજ પારસી સમુદાયની મહિલાઓ સાથે થતા ભેદભાવના મુદ્દાઓની સાથે 3:2 ના બહુમતથી સાત સભ્યોની બંધારણીય પીઠને સોંપી દીધો હતો.