1. Home
  2. ગુજરાતી
  3. ધ્રુમપાન કરતા લોકો ચેતી જજો! બાકી થશે તમારા ફેફસાંના આવા હાલ, જુઓ આ ખતરનાક વીડિયો
ધ્રુમપાન કરતા લોકો ચેતી જજો! બાકી થશે તમારા ફેફસાંના આવા હાલ, જુઓ આ ખતરનાક વીડિયો

ધ્રુમપાન કરતા લોકો ચેતી જજો! બાકી થશે તમારા ફેફસાંના આવા હાલ, જુઓ આ ખતરનાક વીડિયો

0

દરેક વ્યક્તિ જાણે છે ધ્રુમપાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક છે. પરંતુ તેમ છત્તાં સ્મોકિંગ કરનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ધ્રુમપાનના ગંભીર પરિણામો દર્શાવતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સતત ધ્રુમપાનની લતનો શિકાર બનેલા શખ્સના ફેફસાં દર્શાવાયા છે.

https://twitter.com/scitechuniverse/status/1196555326318956544

આ વીડિયો છેલ્લા 30 વર્ષોથી સતત ધ્રુમપાન કરતા એક શખ્સનો હતો, જેની ઉંમર 52 વર્ષ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે ધ્રુમપાન કરતા શખ્સના ફેફસાં ટારને કારણે સંપૂર્ણપણે કાળા પડી ચૂક્યા છે. આ વીડિયો ચીનનો છે. જેમાં ડોકટર્સ અને તેમની ટીમ આ ફેફસાંની તપાસ કરી રહ્યા છે, જેને એક શખ્સે દાન કર્યા છે.

ડૉક્ટર અનુસાર આ ફેફસાં દાન કરનાર શખ્સ હવે બ્રેન ડેડ થઇ ચૂક્યો છે. પરંતુ તેના ફેફસાંની હાલત જોયા બાદ તેને કોઇપણ દર્દીને પણ આ ફેફસાં ઉપયોગી ના બની શકે. જો કોઇ દર્દીમાં આ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરાય તો તેને લંગ કેલ્સીફિકેશન, બુલૉસ લંગ ડિસીઝ અને પુલમૉનરી એમ્ફીસેમા જેવી ફેફસાંથી જોડાયેલા બિમારી થઇ શકે છે.

આ ફેફસાંને દાન કરનાર વ્યક્તિએ મરતા પહેલા સીટી સ્કેન નહોતું કરાવ્યું. કારણ કે તે પહેલા જ તેના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

તો આ વીડિયો જોયા બાદ તમે પણ ધ્રુમપાન કરતા હો તો સતર્ક થઇ જજો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.