NATIONALગુજરાતી

સોનભદ્ર હત્યાકાંડ: યોગી સરકારે બનાવી તપાસ સમિતિ, 10 દિવસમાં આપશે રિપોર્ટ

યુપીના સોનભદ્રમાં 11 લોકોની કરપીણ હત્યાની ઘટના બાદ આ મામલે યોગી સરકારે ત્રણ સભ્યોની તપાસ સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિ વિવાદિત જમીનની માલિકી હકની તપાસ કરશે. તે ઉપરાંત સમયાંતરે આ જમીન કોની કોની પાસે ટ્રાન્સફર કરાઇ તેની પણ તપાસ હાથ ધરાશે. સમિતિ આ મામલે વિસ્તૃત તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારને સોંપશે. જો જમીન સંબંધિત જૂના દસ્તાવેજોમાં કોઇ અધિકારી દ્વારા અનિયમિતતા કરાઇ હશે તો તેની વિરુદ્વ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમિતિના અધ્યક્ષ મહેસૂલ વિભાગના અપર મુખ્ય સચિવ રેણુકા કુમાર છે. બે અન્ય સભ્યોમાં સુરેશ ચંદ્રા અને વિંધ્યાચલ મંડલના આયુક્ત આનંદ કુમાર સિહનો સમાવેશ થાય છે. આ સમિતિ આગામી દસ દિવસમાં સંપૂર્ણ તપાસ કરીને તેનો રિપોર્ટ સરકારને સોંપશે.

સોનભદ્રની ઘટના અંગે સદનમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મહેસૂલ વિભાગના સચિવ સહિત 3 સભ્યોની સમિતિનું ગઠન કરાયું છે. આ સમિતિ 1952 થી લઇને અત્યારસુધી સમગ્ર મામલાની તપાસ કરશે. નરસંહાર વિશે કહ્યું હતું કે મુખ્ય આરોપી સહિત 29 લોકોની ધરપકડ કરાઇ છે. તપાસ બાદ દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સીએમ યોગી એ જણાવ્યું હતું.

જણાવી દઇએ કે 17 જુલાઇના રોજ સોનભદ્ર જિલ્લાના મૂર્તિયા ગામમાં જમીન વિવાદને લઇને ગ્રામ પ્રધાન અને ગામના લોકો વચ્ચે થયેલી હિંસલ અથડામણમાં ગોળી લાગવાથી 11 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 4 મહિલાઓ સામેલ છે. તણાવને લઇને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલિસને ખડકી દેવાઇ છે.

Related posts
NATIONALગુજરાતી

દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ થશે

દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષથી અનામત લાગુ કરાશે દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી OBC માટે 27% બેઠક અનામત રહેશે દેશમાં અત્યારે…
Uncategorized

ઉત્તર પ્રદેશના પુત્રોને પણ મહિલા સશક્તિકરણ અંગે પાઠ ભણાવવામાં આવશે

ઉતરપ્રદેશમાં પુત્રોને સંસ્કારી બનાવવા ચલાવવામાં આવશે પાઠશાળા મહિલા સશક્તિકરણના પાઠ ભણાવવા આવશે પાઠ્યપુસ્તકમાં મહિલા સશક્તિકરણના વિષયો થશે સામેલ કાશી: ઉત્તર પ્રદેશના પુત્રોને પણ…
NATIONALગુજરાતી

માત્ર લગ્ન કરવા હેતુસર ધર્મ પરિવર્તન કરવું અસ્વીકાર્ય: અલ્હાબાદ હાઇકોર્ટ

વિધર્મી લગ્ન કરનારા કપલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું અસ્વીકાર્ય છે: અલ્હાબાદ હાઇકોર્ટ અલ્હાબાદ: અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું…

Leave a Reply