1. Home
  2. ગુજરાતી
  3. એન રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા, પતિ પર છે પ્રતિબંધ
એન રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા, પતિ પર છે પ્રતિબંધ

એન રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા, પતિ પર છે પ્રતિબંધ

0
  • ચેન્નાઇમાં TNCAની 87મી વાર્ષિક સભા યોજાઇ
  • BCCIના પૂર્વ ચેરમેન એન શ્રીનિવાસનની પુત્રી છે રૂપા ગુરુનાથ
  • રૂપા ગુરનાથના પતિ સ્પૉર્ટ ફિક્સિંગમાં આરોપી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ ચેરમેન એન શ્રીનિવાસનની પુત્રી રુપા ગુરુનાથને તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. રુપા ગુરુનાથ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા છે. ચેન્નાઇમાં યોજાયેલી TNCAની 87મી વાર્ષિક સામાન્ય સભામાં તેની નિયુક્તિ કરાઇ હતી. રુપાના પતિ ગુરુનાથ મયપ્પન 2013માં આઇપીએલમાં થયેલા સ્પૉર્ટ ફિક્સિંગના આરોપી છે. તેના પર જીવનભરનો પ્રતિબંધ છે.

બુધવારે સાંજે નામાંકન દાખલ કરાયા હતા. ત્યારે રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ માટે એકલા ઉમેદવાર હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. નોંધનીય છે કે ગત રવિવારે તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનની બેઠક થઇ હતી, જેમાં રાજ્ય સંઘની ચૂંટણી ગુરુવારે યોજાશે તેવું નક્કી કરાયું હતું.

જો કે આ વચ્ચે તામિલનાડુ ક્રિકેટ સંઘ હાલમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને કારણે ચર્ચામાં છે, જેની હાલમાં તપાસ થઇ રહી છે. ટીએનસીએને 28 સપ્ટેમ્બર સુધી ઉચ્ચતમ ન્યાયાલયે આપેલી સમય સીમાની અંદર ચૂંટણી યોજવાની હતી, જેને કારણે ખૂબ જલ્દી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાઇ હતી. હવે આ સમયસીમાને વધારે 4 ઑક્ટોબર કરાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.