in , ,

TDP ના પૂર્વ સાંસદ શિવ પ્રસાદનું નિધન, ક્યારેક નારદ તો ક્યારેક સુદામા બનીને સંસદ જતા હતા

તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ સાંસદ એન શિવ પ્રસાદનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેનો અપોલો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગને લઇને એન શિવ પ્રસાદ સંસદમાં ક્યારેક નારદ તો ક્યારેક સુદામા બનીને જતા હતા. આ જ કારણે તેઓ સંસદમાં ખૂબજ લોકપ્રિય થયા હતા.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુએ એન શિવ પ્રસાદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નાયડુએ કહ્યું કે એન શિવ પ્રસાદ તેના મિત્ર જેવા હતા. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેના સંઘર્ષને યાદ રાખવામાં આવશે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશના વિભાજન સમયે પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એન શિવ પ્રસાદનું નિધન ચિત્તુર ઉપરાંત સમગ્ર આંધ્ર પ્રદેશ માટે મોટી ખોટ છે. નાયડુએ કહ્યું કે આ સપ્તાહ દરમિયાન પાર્ટીના બે વરિષ્ઠ નેતા દુનિયા છોડીને ચાલી ગયા, તે ટીડીપી માટે ખૂબજ દુ:ખદ ક્ષણો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ED એ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની જામીનનો કર્યો વિરોધ

Uttar Pradesh: એટામાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ