1. Home
  2. ગુજરાતી
  3. રિલાયન્સે લૉન્ચ કરી JioFiber બ્રૉડબેંડ સર્વિસ, 699 રૂપિયાથી શરૂ થશે પ્લાન, જાણો તમારા માટે શું છે ખાસ
રિલાયન્સે લૉન્ચ કરી JioFiber બ્રૉડબેંડ સર્વિસ, 699 રૂપિયાથી શરૂ થશે પ્લાન, જાણો તમારા માટે શું છે ખાસ

રિલાયન્સે લૉન્ચ કરી JioFiber બ્રૉડબેંડ સર્વિસ, 699 રૂપિયાથી શરૂ થશે પ્લાન, જાણો તમારા માટે શું છે ખાસ

0
  • જિયો ફાઇબર કનેક્શન માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે
  • સૌથી સસ્તો પ્લાન 699 રૂપિયામાં મળશે, 100 Mbps સ્પીડ
  • ભારતભરમાં કોઇપણ જગ્યાએ ફ્રી કૉલિંગની પણ સુવિધા

રિલાયન્સે તેની જિયો ફાઇબર સર્વિસ લૉન્ચ કરી છે. 12 ઑગસ્ટે યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં જિયા ફાઇબર લૉન્ચની જાહેરાત કરવામાં આવી હતી. જિયો ફાઇબરનું કનેક્શન મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

દુનિયાના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્કે જિયો ફાઇબરના લૉન્ચની જાહેરાત કરી છે. આ સેવા દેશના 1600 શહેરોમાં લૉન્ચ કરવાની યોજના છે. અત્યારે ભારતમાં સરેરાશ સ્પીડ ફિકસ્ડ લાઇન બ્રૉડબેંડ સર્વિસ 25Mbps છે. વિકસિત અર્થતંત્ર અમેરિકામાં પણ સ્પીડ 90Mbps છે. જો કે જિયો ફાઇબર 100 ટકા ફાઇબર બ્રોડબેંડ સર્વિસ છે જે 100Mbpsથી શરૂ થઇને 1 Gbps સુધી જાશે.

આ ઉપરાંત કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જિયો ફાઇબર લેનાર ગ્રાહકો માટે વેલકમ ઑફર તરીકે અનેક ફ્રીબીઝ આપવાનું પણ એલાન કર્યું છે.

જાણો ફાઇબર બ્રૉડબેંડના પ્લાન વિશે

જિયો ફાઇબર સેવા અંતર્ગત ગ્રાહકોને સૌથી સસ્તો પ્લાન રૂ.699માં ઉપલબ્ધ થશે. જ્યારે સૌથી મોટો પ્લાન 8499 રૂપિયાનો રહેશે. 699 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને 100 Mbpsની સ્પીડ મળશે. તેમાં 100 જીબી ડેટાની સાથોસાથ 5 જીબી વધારાનો ડેટા પણ મળશે. તે ઉપરાંત ભારતભરમાં કોઇપણ જગ્યાએ ફ્રી વૉઇસ કોલિંગની સુવિધા પણ મળશે.

જિયો ફાઇબરના 699ના પ્લાનમાં 100 એમબીપીએસ સ્પીડથી ડેટા મળશે. તે સાથે જ પ્લાનમાં યૂઝર્સને 30 દિવસની અવધિ મળશે. તે ઉપરાંત વેલિડિટી પીરિયડમાં યૂઝર્સને 100 જીબી અને 50 જીબી વધારાનો ડેટા મળશે. ટીવી વીડિયો કૉલિંગ કૉન્ફ્રેસિંગ 1200 રૂપિયા પ્રતિ વર્ષની કિંમતે મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.