1. Home
  2. revoinews
  3. વર્ષ 2050માં અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં પાણીની ભયંકર તંગી સર્જાશે: વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ
વર્ષ 2050માં અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં પાણીની ભયંકર તંગી સર્જાશે: વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ

વર્ષ 2050માં અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં પાણીની ભયંકર તંગી સર્જાશે: વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ

0
  • દેશના મેટ્રો શહેરોમાં વસતી વધવાને કારણે સર્જાશે પાણીની અછત
  • વર્ષ 2050માં મુંબઇ, દિલ્હી, અમદાવાદ, પૂણે જેવા શહેરોમાં પાણીની તંગી સર્જાશે
  • વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે આ ભયજનક વર્તારો પ્રગટ કર્યો હતો

નવી દિલ્હી: વિશ્વમાં વસતી જે રીતે વધી રહી છે તે જોતા તેને કારણે પાણીની અછત પણ જોવા મળશે. માત્ર 30 વર્ષ પછી એટલે કે વર્ષ 2050માં પાટનગર નવી દિલ્હી, મહાનગર મુંબઇ, જયપુર, કાનપુર, ઇંદોર, લખનઉ અને ચંદીગઢ જેવા ઓછામાં ઓછાં 30 શહેરોમાં પીવાના પાણીની ભયંકર તંગી અનુભવાશે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે આ ભયજનક વર્તારો પ્રગટ કર્યો હતો.

વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ (WWF)ના રીસ્ક ફિલ્ટર એનાલિસિસ અનુસાર આર્થિક દ્રષ્ટિએ મહત્વનાં એવાં શહેરોમાં વસતી વધી જશે અને પીવાના પાણીની તંગી અનુભવાશે. એક તરફ કેન્દ્ર સરકારનું જળ ઊર્જા મંત્રાલય ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી ચૂક્યું છે ત્યારે બીજી તરફ WWFએ આ આગાહી પ્રગટ કરી હતી.

વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડના રિપોર્ટમાં જે અન્ય શહેરોના નામ છે તેમાં અમદાવાદ, સુરત, અમૃતસર, પૂણે, શ્રીનગર, કોલકાતા, બેંગાલુરુ, કોઝિકોડે, વિશાખાપટ્ટનમ, ગ્વાલિયર, અલીગઢ અને કુન્નુરનો સમાવેશ થાય છે. આ એનાલિસિસમાં વર્ષ 2030 થી વર્ષ 2050 વચ્ચેના સમયગાળામાં આ શહેરોને એકથી પાંચની વચ્ચે વહેંચી દેવાયા હતા.

આ એનાલિસિસમાં ત્રણથી વધુ આંકવાળા શહેરોને સંવેદનશીલ અને ચારથી વધુ આંકવાળા શહેરોને અત્યંત સંવેદનશીલ ગણાવાયાં હતાં. પાંચના આંકડાવાળા શહેરોમાં પીવાના પાણીની તંગી એટલી વ્યાપક બનશે કે એ માટે મારામારી કે ખૂનામરકી થઇ શકે. સૌથી વધુ જોખમી શહેરોમાં અમદાવાદ, લુધિયાણા અને ચંદીગઢના નામ હતા.

નોંધનીય છે છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યોગિકીકરણ  જે રીતે થઇ રહ્યું છે તેને કારણે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવામાં આપણે પાછળ રહ્યા છે જેને કારણે પણ પાણીના સ્ત્રોતની અછત સર્જાઇ રહી છે. તેથી અત્યારથી જ પાણીની અછતની ગંભીરતના ધ્યાનમાં રાખીને પ્રત્યેક વ્યક્તિ પર્યાવરણના જતન પ્રત્યે જાગૃત બને તે આવશ્યક છે. પર્યાવરણનું જેટલું જતન થશે તેટલા જ પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા વધશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT