1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સંકટ વચ્ચે દેશનું આ સ્ટાર્ટઅપ હજારો ભારતીયોને આપશે રોજગારી
કોરોના સંકટ વચ્ચે દેશનું આ સ્ટાર્ટઅપ હજારો ભારતીયોને આપશે રોજગારી

કોરોના સંકટ વચ્ચે દેશનું આ સ્ટાર્ટઅપ હજારો ભારતીયોને આપશે રોજગારી

0
  • કોરોના સંકટ વચ્ચે પણ સ્ટાર્ટઅપ ડીલશેર હજારો રોજગારીનું કરશે નિર્માણ
  • કંપની ડિસેમ્બરના અંત સુધીમાં 5000 કર્મચારીઓની કરશે નિયુક્તિ
  • કંપની ગોડાઉન, ડિલીવરી અને તકનિકી સેગમેન્ટમાં કરશે નિયુક્તિ

કોરોના સંકટ વચ્ચે અનેક કંપનીઓને આર્થિક ફટકો પડતા તેઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરીને પોતાના નુકસાનને કાબૂમાં કરવા પ્રયત્ન કર્યો છે ત્યારે બીજી તરફ ઇ-કોમર્સ કંપની સ્ટાર્ટઅપ ડીલશેર એ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 25 શહેરોમાં આ વર્ષના અંત સુધીમાં હજારો લોકોને નોકરી આપવાની જાહેરાત કરી છે. કંપની વર્ષ 2020ના અંત સુધીમાં 25 શહેરોમાં 5000 લોકોને ગોડાઉન, ડિલીવરી અને તકનીકિ સેગમેન્ટમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

આ અંગે માહિતી આપતા કંપનીના સંસ્થાપક અને ચીફ ફાયનાન્સ ઓફિસર એસ મેદાએ જણાવ્યું હતું કે, અમે પોતાના ઘરની નજીક આવેલા કરિયાણાના સ્ટોર પર જનારા 25,000 થી 50,000 રૂપિયા દર મહિને કમાનારા પરિવારોને પોતાના ગ્રાહકોમાં સામેલ કરવાની કવાયતમાં જોડાયેલા છે. કંપની પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે ડિસેમ્બરના અંત સુધીમાં 5000 કર્મીઓની નિયુક્તિ કરશે.

ડીલશેર કંપનીમાં 300 ડાયરેક્ટ એમ્પ્લોય છે. અત્યારસુધી 20 લાખ સબસ્ક્રાઇબર થઇ ચૂક્યા છે. કંપનીના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. કંપની ડિસેમ્બર સુધી 100 શહેરોમાં પોતાની પહોંચ વધારવા કામ કરી રહી છે. ડીલશેર સ્થાનિક નિર્માતાના ઉત્પાદનને લોકો સુધી પહોંચાડી રહી છે. કંપની અત્યારસુધી 400 નિર્માતાઓ સાથે કરાર કરી ચૂકી છે. તેમના 300 સ્થાનિક ઉત્પાદક છે.

કંપનીએ જણાવ્યું હતું કે, અત્યારે કંપની દરેક દિવસે અંદાજે 25,000 ઓર્ડર્સની ડીલીવરી કરી રહી છે. ડીલશેર ઘરેલું ચીજ વસ્તુઓની સાથે સાથે ઇલેક્ટ્રોનિકસ, સ્ટેશનરી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની પણ ડીલીવરી કરે છે. આ ઉત્પાદન કંપનીએ હાલમાં જ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેર્યા છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.