NATIONALગુજરાતી

ભારતની 3 કંપનીઓ બનાવી રહી છે દવા, જેનાથી કોરોના સામે મળશે રક્ષણ

  • ભારતમાં 3 કંપનીઓએ કોરોના માટે એન્ટિબોડી દવા બનાવવાનું કર્યું શરૂ
  • ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા જેવી કંપનીઓ તેના પર કરી રહી છે કામ
  • એન્ટિબોડીઝ ઇન્ફેક્શન સામે ઇમ્યુનિટી પ્રદાન કરે છે

હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાને મ્હાત આપવા માટે અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે અને કેટલાક તબક્કામાં ટ્રાયલ થઇ રહી છે ત્યારે હવે ભારતમાં 3 કંપનીઓએ કોરોના માટે એન્ટિબોડી દવા બનાવવાની શરૂ કરી દીધી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં એન્ટિબોડીઝ ડિલિવરી કરી શકાય. ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઇ એ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની સાથે મળીને આ થેરેપી પર કામ શરૂ કર્યું છે.

એન્ટિબોડીઝ એ શરીરમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જેમ કામ કરે છે. જેવો કોઇ વાયરસ પૈથોજેન હુમલો કરે છે. ઇમ્યુન સિસ્ટમ એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. હાલમાં જે દવા કોરોનાની સારવારમાં વપરાઇ રહી છે તે ફક્ત વાયરલ કાઉન્ટ ઓછા કરે છે. જ્યારે એન્ટિબોડીઝ રસી જેવું કામ કરે છે. તે ઇન્ફેક્શનથી થોડાક સમય માટે ઇમ્યુનિટી પણ પ્રદાન કરે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ સ્થિત ઇન્ટાસ તે દર્દીઓના રક્તમાંથી એન્ટિબોડીઝ બનાવવાની યોજના બનાવી રહી છે જે કોરોનામાંથી સાજા થઇ ગયા છે. કંપની એવી દવાનું નિર્માણ કરશે જે તમામ બ્લડ ગ્રૂપના લોકોને આપી શકાય. કંપનીએ મોર્ડરેટ દર્દીઓ પર ટ્રાયલ શરૂ કર્યા છે અને પરિણામની રાહ જોવાઇ રહી છે. મુંબઇની ભારત સીરમ્સ ઘોડાના એન્ટિસેરાનો ઉપયોગ કરીને એન્ટિબોડીઝ બનાવશે. કંપનીને આશા છે કે આગામી મહિના સુધીમાં ટ્રાયલના પરિણામ આવી જશે.

મહત્વનું છે કે, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સાજા કરવા માટે મિલિટ્રી હોસ્પિટલમાં Regeneronનું એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું. આ કોકટેલ ખૂબ અસરકારક માનવામાં આવી રહ્યું છે.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધશે, સ્વદેશી સબમરિન ખરીદવાની સરકારની તૈયારી

ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારત સૈન્ય ક્ષમતાનો કરશે વિસ્તાર ભારતીય નૌસેના માટે સરકાર 3.5 લાખ કરોડ ખર્ચશે ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં…
REGIONALગુજરાતી

સુપ્રીમ બાદ હાઇકોર્ટે પણ ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – માસ્ક ના પહેરે તેને કોવિડ સેન્ટરમાં કામ કરાવો

સુપ્રીમ કોર્ટ બાદ હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી રાજ્યમાં લોકો મરી રહ્યા છે ત્યારે તમારો શું પ્લાન છે? : હાઇકોર્ટ માસ્કનો ઉપયોગ…
NATIONALગુજરાતી

સુપ્રીમ કોર્ટની નારાજગી – 80 ટકા લોકો નથી પહેરતા માસ્ક, સરકાર માત્ર SOP બનાવે છે

કોરોનાના વધતા સંક્રમણ અને કોવિડની ગાઇડલાઇન્સ ઉલ્લંઘન પર સુપ્રીમની નારાજગી 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી: સુપ્રીમ કોર્ટ સરકાર તરફથી માત્ર…

Leave a Reply