in ,

પર્યાવરણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવી રહ્યું છે ભારત, સંયુક્ત રાષ્ટ્ર એ કરી પ્રશંસા

પર્યાવરણ સંરક્ષણ માટે ભારતે અત્યારસુધી જે પણ પગલાં ભર્યા છે તેની સંયુક્ત રાષ્ટ્રએ ખૂબ પ્રશંસા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરસે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેંજથી લડવા માટે ભારત એક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. તે સાથોસાથ અન્ય દેશોને પણ દિશા દર્શાવી રહ્યું છે. ભારતે સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ ઐતિહાસિક કદમ ઉઠાવ્યા છે.

એંટોનિયો ગુટેરસે કહ્યું હતું કે સોલાર ક્ષેત્રે ભારતે રોકાણ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત ક્લીન ઇન્ડિયા કેંપેન ચલાવીને મોટું કદમ ઉઠાવી રહ્યું છે. જેની મોટી અસર છે. સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઇમેટ ચેંજ પર પણ એક સેશન થશે, જેમાં નરેન્દ્ર મોદી તેનું સંબોધન આપશે.

હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ થશે. ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રને ઉપહારમાં અપાયેલો ગાંધી સોલાર પાર્ક 24 સપ્ટેમ્બરના રોજ કામ કરવા લાગશે. તે જળવાયુ પરિવર્તનથી લડવાની ભારતની પ્રતિબદ્વતાનું પ્રતિક છે.

લગભગ 10 લાખ ડૉલરના ખર્ચથી લગાવેલા 193 સોલર પેનલોથી 50 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થશે. સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 193 સભ્ય દેશ છે અને પ્રત્યેક સોલાર પેનલ પ્રત્યેક સભ્ય રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે.

ભારત 150 વૃક્ષોથી બનેલા ગાંધી પીસ ગાર્ડનનું પણ દાન કરશે, જે ઓલ્ડ વેસ્ટબરીના એક વિશ્વવિદ્યાલય પરિસરમાં એક અન્ય પર્યાવરણીય ઉપહારના રૂપમાં લગાવાશે. ગાંધી જયંતી મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મંગળવારે એક વિશેષ ડાક ટિકિટ પણ જારી કરશે.

જણાવી દઇએ કે સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારતે અનેક મોટા કદમ ઉઠાવ્યા છે. 2016માં બનેલા વૈશ્વિક સૌર ઉર્જા ગ્રુપની શરૂઆત ભારતે કરી હતી. જેમાં 100થી વધુ દેશ શામેલ છે. દેશની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સ્વચ્છ ભારત, સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, શૌચાલય નિર્માણ જેવા અનેક અભિયાનો શરૂ કર્યા છે. તે ઉપરાંત સૌર ઉર્જા તેમજ ન્યૂક્લિયર ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા નિર્ણયો લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચપટું નાક, મોટા કાન, માત્ર 3 દાંત, 1 લાખ વર્ષ પહેલા આપણે આવા દેખાતા હતા

પાકિસ્તાનની ફરી નાપાક હરકત, સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, મેંઢર સેક્ટરમાં મોર્ટાર ફેંક્યા