in ,

અનલોક-2 માટેની ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું રહેશે ચાલું, શું રહેશે બંધ

  • અનલોક 1 પૂર્ણ થતા હવે સરકારે અનલોક-2ની ગાઇડલાઇન્સ કરી જાહેર
  • 1 જુલાઇથી સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ પડશે
  • પરિવહન સેવાને આપવામાં આવી છે છૂટછાટ

અનલોક 1.0 પૂર્ણ થતા હવે કેન્દ્ર સરકારે અનલોક-2 માટેની ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. અનલોક-2માં કફર્યૂ સમય રાત્રિના 10થી સવારના 5 સુધી કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 1 જુલાઇથી અનલોક -2 લાગૂ થશે. ગાઇડલાઇન્સ અનુસાર ઔદ્યોગિક એકમો, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તકના ધોરીમાર્ગો પર લોકોની અવરજવર, માલસામાનનું પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન અને પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રી કફર્યૂમાં છૂટ અપાઇ છે.

અનલોક-2ની ગાઇડલાઇન્સ નીચે પ્રમાણે રહેશે.

  • સ્કૂલ, કોલેજ 31 જુલાઇ સુધી બંધ રહેશે
  • કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ મળશે
  • ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સને વધુ પ્રાધાન્ય અપાશે
  • દરેક પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા પર પ્રતિબંધ
  • મેટ્રો સેવા બંધ રહેશે
  • ડોમેસ્ટિક ફ્લાઇટ અને પેસેન્જર ટ્રેનોને સીમિત માત્રામાં અપાઇ પરવાનગી
  • સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ વગેરે જાહેર જગ્યાઓ બંધ રહેશે
  • દરેક પ્રકારના સમાજિક, રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજન તથા મેળાવડાઓ બંધ રહેશે

તે ઉપરાંત દેશમાં દરેક પ્રકારની ગતિવિધિઓને શરૂ કરવા સંબંધિત અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને આવશ્યકતા લાગે તો માનવ સંચાલન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ ગાઇડલાઇન્સમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનને સુનિશ્વિત કરવામાં આવ્યું છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અપીલ

જમ્મૂ કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 4.0ની તીવ્રતાનો ભૂકંપ