1. Home
  2. ગુજરાતી
  3. એશિયાને બદલવાના ચીનના બદઇરાદાઓને ભારત-અમેરિકા સંયુક્ત રીતે નાકામ કરશે: અમેરિકા
એશિયાને બદલવાના ચીનના બદઇરાદાઓને ભારત-અમેરિકા સંયુક્ત રીતે નાકામ કરશે: અમેરિકા

એશિયાને બદલવાના ચીનના બદઇરાદાઓને ભારત-અમેરિકા સંયુક્ત રીતે નાકામ કરશે: અમેરિકા

0

જમ્મૂ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સમર્થન મળ્યા બાદ હવે અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. યૂએન સુરક્ષા પરિષદની ગુપ્ત બેઠકના જ દિવસ એ અમેરિકાના ઉપ વિદેશ મંત્રી જૉન સુલીવાન એ દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. સુલીવાન એ કહ્યું કે ભારત અને અમેરિકા હવે 2+2 ડાયલૉગ જેવી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લેશે કારણ કે એશિયાના ઢાંચાને બદલવાના ચીનના બદઇરાદાઓને ઓળખીને તેના પર પલટવાર થઇ શકે અને તેના ઇરાદાઓને નિષ્ફળ કરી શકાય. બન્ને દેશ આતંકવાદનો ખાત્મો કરવા માટે પણ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.

સુલીવાન એ અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોના સંદેશને આગળ વધારતા કહ્યું હતું કે “અમે બન્ને દેશો પાસે સંયુક્ત રીતે આગળ વધવાની તક છે. તેનાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રને પણ ફાયદો થશે. પરંતુ દક્ષિણ પ્રશાંતથી લઇને હિંદ મહાસાગર સુધી ચીનનું વિકાસ મૉડલ આ ક્ષેત્રની શાંતિને ડહોળવાનું કામ કરી રહ્યું છે. તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે એશિયાના ઢાંચાને બદલવાનો બદઇરાદો રાખે છે.”

ઉપ વિદેશ મંત્રીએ ચીનને ટાંકીને કહ્યું હતું કે “ચીન કેટલાક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે તેવું અમે ઇચ્છીએ છીએ. પરંતુ તે માટે અમે એકલા હાથે તેને મજબૂર ના કરી શકીએ. પરંતુ આ માટે અમારે આ પ્રકારની જ વિચારધારા ધરાવતા દેશની જરૂર છે. ચીન પોતાના સ્વાર્થને સાધવા માટે એશિયાનો ઢાંચો બદલવાનો બદઇરાદો રાખે છે અને આ જ દિશામાં તેના આ બદઇરાદાઓને નાકામ કરવામાં ભારત-પાકિસ્તાનની સંયુક્ત ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. અમે બન્ને દેશો આ વાતને સારી રીતે સમજીએ છીએ.”

અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા વિચારણા
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા અંગે પણ બન્ને દેશોના મંત્રીઓ વચ્ચે ચર્ચા વિચારણા થઇ હતી. હકીકતમાં, અમેરિકા આ મુદ્દે માત્ર રશિયા, ચીન અને પાકિસ્તાન સાથે જ વાત કરતું આવ્યું છે. પરંતુ અફઘાનિસ્તાનના વ્યાપારિક ભાગીદાર તરીકે અમેરિકા હવે ભારતને પણ આ મુદ્દે સાથે સામેલ કરી રહ્યું છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણને લઇને પણ ચર્ચા થઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.