સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને આપ પણ ચોંકી જશો. વૃક્ષ પર લટકીને બે સાપ લડાઇ કરી રહ્યા હતા ત્યારે એક મધમાખી આ બન્નેની વચ્ચે આવી ગઇ. આ વીડિયોને ટ્વીટર પર ઇવાનગેલાઇન કમિંગ્સે શેર કર્યો છે. વીડિયો શેર કરીને લખ્યું કે મે કોરલ સ્નેક અને રેટલ સ્નેકની લડાઇ જોઇ. આ બન્નેની લડાઇ વચ્ચે મધમાખી આવી અને કોરલ સ્નેકને ડંખ માર્યા.
સોશિયલ મીડિયામાં 17 ઑક્ટોબરે શેર કરાયેલા આ વીડિયોમાં એક સાપ બીજા સાપને ખાવાની કોશિશ કરી રહ્યો છે. કોરલ સ્નેક રેટલ સ્નેકને તરત જ કાબૂમાં કરી લે છે. આ જ સમયે મધમાખી કોરલ સ્નેક પર હુમલો કરે છે. મધમાખીથી વિચલિત થઇને તે રેટલ સ્નેકને છોડી દે છે.