1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: રેલવેના ટ્રેક પર અચાનક પડ્યો શખ્સ, પૂરપાટ ટ્રેન આવી અને પછી…
VIRAL VIDEO: રેલવેના ટ્રેક પર અચાનક પડ્યો શખ્સ, પૂરપાટ ટ્રેન આવી અને પછી…

VIRAL VIDEO: રેલવેના ટ્રેક પર અચાનક પડ્યો શખ્સ, પૂરપાટ ટ્રેન આવી અને પછી…

0

USના કેલિફોર્નિયામાં કોલિજીયમ સ્ટેશનમાં મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પ્લેટફોર્મ પર ટ્રેનની પ્રતિક્ષા કરી રહેલો એક યાત્રીક લપસીને ટ્રેનના પાટા પર પડ્યો હતો. એ જ સમયે સામેથી ટ્રેન આવી હતી. બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટના કર્મચારીએ પોતાની જાનની પરવા કર્યા વગર યાત્રીકની જાન બચાવી હતી. સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઇ હતી.

સ્ટેશન પર કામ કરનાર કર્મચારીનું નામ જૉન ઓ કૉનર છે અને તે સાંજના સમયે ભીડને નિયંત્રિત કરી રહ્યા હતા. રેલવે કર્મચારી આ વ્યક્તિની બાજુમાં જ ઊભા હતા. જેવો આ શખ્સ પાટા પર પડ્યો હતો તેને ઝડપથી પાછો સ્ટેશન પર ખેંચી લીધો હતો.

આ વીડિયોને સાન ફ્રાન્સિસ્કોના બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટે શેર કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે અને અનેક 1 લાખ કરતાં પણ વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.