1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ પર્યાવરણ દિવસ 2020: વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ
વિશ્વ પર્યાવરણ દિવસ 2020: વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ

વિશ્વ પર્યાવરણ દિવસ 2020: વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ

0

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે ખૂબ ઊંડો સબંધ છે. આપણું જીવન પ્રકૃતિ વિના અસંભવ છે. આપણે પ્રકૃતિ સાથે ગતી રાખવી પડશે. વિશ્વમાં પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે, જે આપણા જીવનમાં ઊંડી અસર પાડી રહી છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ

1972 થી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 5 જૂન 1972 માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો પાયો નાખ્યો હતો. ત્યારથી સતત દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાંથી થઈ. 1972 માં પહેલીવાર પર્યાવરણીય પરિષદ યોજાઇ હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.

પર્યાવરણ દિવસ ઉજવવાનું કારણ

આ દિવસ વિશ્વમાં સતત વધતા જતા પ્રદૂષણને કારણે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે છે.

ભારતમાં પ્રથમ પર્યાવરણ દિવસ

જ્યારે વિશ્વમાં પહેલીવાર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતના પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.

ભારતમાં કાયદો

ભારતમાં પર્યાવરણ સંરક્ષણ માટે 19 નવેમ્બર 1986 ના રોજ પર્યાવરણ સંરક્ષણ અમલમાં આવ્યો.

લોકડાઉનએ બદલી નાખી તસવીર

આ વર્ષે ઉજવવામાં આવેલ પર્યાવરણ દિવસ ગયા વર્ષ કરતા અલગ હશે. આ વર્ષે લોકડાઉનને કારણે નોંધપાત્ર પ્રમાણમાં પ્રદૂષણ ઘટ્યું છે. ગયા વર્ષ સુધી જ્યાં આપણે પર્યાવરણ વિશે વધુ ચિંતિત હતા, આ વર્ષે આપણી ચિંતાઓ થોડી ઓછી છે કારણ કે પર્યાવરણ શુદ્ધ થઈ ગયું છે. તેથી આ વર્ષનો પર્યાવરણ દિવસ ગયા વર્ષ કરતા અલગ હશે.

પ્રકૃતિની કાળજી લેવી પડશે

લોકડાઉનથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડે છે. હવે આપણી પ્રકૃતિની સંભાળ રાખવી એ આપણી જવાબદારી છે.

પર્યાવરણ દિવસને સફળ બનાવો

વિશ્વ પર્યાવરણ દિવસ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે આપણે પર્યાવરણની સંભાળ રાખીશું. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે આ પૃથ્વી પરનું જીવન ત્યારે જ શક્ય છે જ્યારે પર્યાવરણ સ્વચ્છ હોય.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.