1. Home
  2. ગુજરાતી
  3. આ છે ભારતના 10 અજીબોગરીબ ગામ, જેના વિશે વાંચીને તમે પણ ચોંકી જશો
આ છે ભારતના 10 અજીબોગરીબ ગામ, જેના વિશે વાંચીને તમે પણ ચોંકી જશો

આ છે ભારતના 10 અજીબોગરીબ ગામ, જેના વિશે વાંચીને તમે પણ ચોંકી જશો

0

ભારત એક એવો દેશ છે જ્યાં અનેક પ્રકારના વૈવિધ્યો, રહસ્યમય ઘટનાઓ અને અજીબોગરીબ કિસ્સાઓ બનતા હોય છે અને વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં કેટલાક એવા અજીબોગરીબ ગામ આવેલા છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો આજે ભારતના આ 10 અજીબોગરીબ અને રહસ્યમયી ગામ વિશે વાંચીએ.

1 આ ગામમાં દૂધ અને દહી નિ:શુલ્ક મળે છે
દેશમાં એક તરફ દૂધના ભાવમાં અવાન નવાર સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ એક એવું પણ ગામ છે જ્યાં દૂધ નિ:શુલ્ક મળે છે. જી હા, શ્વેત ક્રાંતિ માટે પ્રસિદ્વ ગુજરાત સ્થિત ધોકડા ગામમાં દૂધ કે તેની બનાવટની વસ્તુઓ આજે પણ વેચવામાં આવતી નથી પરંતુ જેમને ત્યાં ઢોર-ઢાંખર ના હોય તેને દૂધ અને તેની બનાવટો મફતમાં અપાય છે.

2 આ ગામના ઘરમાં નથી કોઇ તાળા કે દરવાજા
જો તમે કોઇ એવા ગામમાં પ્રવાસ કરો જ્યાં ઘરમાં કે દૂકાનમાં એક પણ દરવાજો ના હોય તો તમે ચોક્કસપણે અચંબિત થઇ જશો. જી હા, પરંતુ આ હકીકત છે. મહારાષ્ટ્રનું શનિ શિગણાપુર એક એવું ગામ છે જ્યાં કોઇપણ ઘરમાં કે દૂકાનોમાં તાળા કે દરવાજા નથી. અહીંના રહેવાસીઓ પણ તેની કિંમતી ચીજવસ્તુઓને ક્યારેય તાળુ નથી મારતા છત્તાં આજ સુધી આ ગામમાં એકપણ વાર ચોરી નથી થઇ. કહેવાય છે કે આ ગામ પર શનિદેવની કૃપા છે. અહીંયા શનિવેદનું ખૂબજ મોટું મંદિર પણ આવેલું છે.

3 આ ગામમાં દરેક લોકો બોલે છે સંસ્કૃત
આજના આ આધુનિક સમયમાં જ્યારે માત્ર અંગ્રેજી ભાષાની જ બોલબાલા છે ત્યારે એક એવું પણ ગામ છે જ્યાં આજે પણ દેશની સંસ્કૃતિને અકબંધ રાખતી ભાષા સંસ્કૃત બોલાય છે. કર્ણાટકનું મુતુરુ ગામ એક વિશિષ્ટતા ધરાવે છે. અહીંયા ગ્રામવાસીઓ માત્ર સંસ્કૃત ભાષા જ બોલે છે. આ ગામમાં પ્રાચીન કાળથી જ સંસ્કૃત બોલાય છે. આ ગામમાં બાળકો, વયોવૃદ્વ, યુવાવર્ગ અને મહિલાઓ ખૂબજ સહજતા સાથે સંસ્કૃત બોલે છે. આ ગામના મુસ્લિમો પણ સંસ્કૃત બોલે છે જે સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

4 આ ગામમાં માત્ર ટામેટાની ખેતીથી જ 1 અરબની કમાણી
યુપી સ્થિત સલારપુર ખાલાસ ગામની ખાસિયત ત્યાં થતી ટામેટાની ખેતી છે. અહીંયા વિપુલ પ્રમાણમાં ટામેટાની ખેતી થાય છે. દેશનો ભાગ્યે જ કોઇ એવો વિસ્તાર હશે જ્યાં અહીંથી ટામેટા ના જતા હોય. ટામેટાની ખેતી માત્રથી જ અહીંયા મબલખ કમાણી થાય છે. અહીંયા ટામેટાની ખેતી માત્રથી 5 મહિનામાં 60 કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. 1200 હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. ટામેટાની ખેતીથી આ ગામ 1 અરબનો કારોબાર કરવાની ક્ષમતા ધરાવે છે.

5 આ છે જુડવા લોકોનું ગામ, અહીંયા 350થી વધુ જુડવા
કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિત કોડિન્હી ગામ જુડવા લોકોના ગામ તરીકે પ્રચલિત છે. અહીંયા હાલના સમયમાં 350 જુડવા જોડીઓ રહે છે. જેમાં નવજાત શિશુથી લઇને 65 વર્ષના વૃદ્વો પણ સામેલ છે. કોડિન્હી ગામમાં 1000 બાળકો પર 45 બાળકો જુડવા જન્મે છે. એશિયામાં આ સૌથી વધુ દર છે. આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવે છે. અહીંની વસ્તી અંદાજે 2000 છે.

6 એક ગામ જેને કહેવાય છે ભગવાનનો બગીચો
ભારતના અનેક શહેરો અને ગામોની હાલત સ્વચ્છતાના મામલે ખૂબજ ખરાબ છે ત્યારે એક એવું પણ ગામ છે જે સ્વચ્છતાની બાબતે અવ્વલ છે. જી હા મેઘાલયના માવલ્યાન્નૉગ ગામને ભગવાનના બગીચા તરીકે ઓળખવામાં આવે છે અને તે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. સ્વચ્છતા ઉપરાંત આ ગામ શિક્ષણમાં પણ અવ્વલ છે. અહીંયા 100 ટકાનો સાક્ષરતા દર છે. અહીંયા લોકો ઘરની બહારનો કચરો એકત્ર કરીને તેને વાંસના બનેલી કચરાપેટીમાં નાખે છે અને ત્યારબાદ તેને એક જગ્યાએ ભેગો કરીને તેમાંથી ખેતી માટે ખાતર બનાવાય છે. અહીંયા કુલ 95 પરિવાર રહે છે.

7 એક શ્રાપને કારણે આ ગામ 170 વર્ષથી છે વેરાન
ભારત એક રહસ્મય ઘટનાઓનો ઇતિહાસ ધરાવતો દેશ છે જ્યારે અજીબોગરીબ અને રહસ્યમયી ઘટનાઓ બનતી હોય છે. આવું જ એક રહસ્યમયી ગામ છે રાજસ્થાનનું કુલધરા. આ ગામ 170 વર્ષથી વેરાન પડ્યું છે. આ ગામના હજારો લોકો એક જ રાતમાં આ ગામ ખાલી કરીને જતા રહ્યા હતા અને જતા જતા શ્રાપ આપ્યો હતો કે હવેથી કોઇ ગામમાં ક્યારેય વસવાટ નહીં કરી શકે ત્યારથી જ આ ગામ ઉજ્જડ, વેરાન અને ભૂતિયુ છે. અહીંયા રાત્રી દરમિયાન પ્રવાસ પર પ્રતિબંધ છે.

8 આ ગામમાં તમે વસ્તુને સ્પર્શ કરશો તો થશે 2500 રૂપિયાનો દંડ
હિમાચલ પ્રદેશ સ્થિત મલાણા ગામ ખૂબજ રહસ્યમયી છે. અહીંયાના રહેવાસીઓ ખુદને સિકંદરના સૈનિકોના વંશજ માને છે. અહીંયા ભારતીય કાનૂનો નથી ચાલતા અને તેઓની ખુદની સાંસદ છે. અહીંયા મુઘલ સમ્રાટ અકબરની પૂજા કરાય છે. અહીંયા કોઇપણ બાહરનો વ્યક્તિ કોઇ વસ્તુને સ્પર્શ કરે તો તેની પાસેથી 1000 થી 2500 રૂપિયાની વસૂલાત કરાય છે. અહીંયા પર્યટકોની રહેવા માટે કોઇ વ્યવસ્થા નથી તેથી તેઓ ગામની બહાર ટેન્ટ રાખીને રહે છે. ગામની મુલાકાતે આવેલા પર્યટકો પર સતત નજર રખાય છે, પર્યટકો માટે અહીંની દૂકાનોમાં પણ પ્રવેશ નિષેધ છે.

9 આ ગામમાં ઘર પર લગાવેલી ટાંકીથી ઘરની થાય છે ઓળખ
તમે કોઇ એવું ગામ જોયું છે જ્યાં લોકોની ઓળખાણ તેઓના ઘર પર લગાવેલી ટાંકીથી થતી હોય?, જી હા, તમને વાંચીને નવાઇ લાગશે પણ આવું જ એક ગામ પંજાબમાં આવેલું છે. જ્યાં લોકોની ઓળખાણ તેના ઘર પર બનેલી ટાંકીઓથી થાય છે. અહીંયા લગાવેલી ટાંકીઓથી ઘરની ઓળખ થાય તે વાંચીને તમે પણ મુંઝવણમાં હશો, તો કારણ એ છે કે અહીંયા સામાન્ય ટાંકી નથી પરંતુ અહીંયા શિપ, વિમાન, ઘોડા, ગુલાબ, કાર, બસ જેવી અનેક આકારની ટાંકીઓ છે.

આ ગામના મોટા ભાગના લોકો કમાણી કરવા માટે વિદેશોમાં વસવાટ કરે છે. ગામમાં ખાસ કરીને NRI લોકોના ઘર છે જ્યાં તેઓ પોતાનો શોખ કે દબદબો દર્શાવવા માટે વિવિધ પ્રકારની ટાંકી બનાવે છે. કોઇ ગુલાબનું ફૂલ બનાવીને ખુશાલીનો સંકેત આપે છે તો કોઇ ઘોડાના આકારની ટાંકી બનાવીને રુઆબદાર પરિવારનો સંદેશ આપે છે. કોઇ તો સિંહની આકારની ટાંકી બનાવીને પોતાની બહાદુરી દર્શાવે છે.

10 આ છે મંદિરોનું ગામ, અહીંયા કુલ 72 મંદિરો છે
ઝારખંડના દુમકા જિલ્લામાં શિકારીપાડા પાસે આવેલું એક નાનું ગામ મલૂટીમાં તમે જ્યાં પણ નજર દોડાવશો ત્યાં તમને માત્ર પ્રાચીન મંદિરો જ જોવા મળશે. અહીંયા વિશાળ સંખ્યામાં મંદિરો હોવાથી તેને ગુપ્ત કાશી અને મંદિરોના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામના રાજા એક ખેડૂત હતા. તેઓને વંશજોએ અહીંયા કુલ 108 ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. જો કે સંરક્ષણના અભાવે કેટલાક મંદિરો ખંડિત થઇ ગયા હોવાથી હવે અહીંયા માત્ર 72 મંદિર જ છે. આ મંદિરોનું નિર્માણ વર્ષ 1720થી 1840ની વચ્ચે થયું હતું. લાલ ઇંટોથી નિર્મિત આ મંદિરોની ઉંચાઇ 15 ફૂટથી 60 ફૂટ સુધી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.