1. Home
  2. revoinews
  3. સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા

0
  • સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા
  • જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન: SC
  • અર્નબ સહિત અન્ય બે આરોપીઓને પણ મળ્યા જામીન

નવી દિલ્હી:  બોમ્બે હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે બુધવારે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા છે. આત્મહત્યા માટે દૂષ્પ્રેરણાના કેસમાં અર્નબ સહિત અન્ય બે આરોપીઓને પણ જામીન મળી ચૂક્યા છે. સર્વોચ્ચ અદાલતે જેલ પ્રશાસન અને કમિશનરને આદેશનું પાલન સુનિશ્વિત કરવાના નિર્દેશ આપ્યા હતા.

મામલાની સુનાવણી કરતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે કોર્ટ જો આ કેસમાં દખલ ના કરે તો તે બરબાદી તરફ આગળ વધશે. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે આપ વિચારધારામાં અલગ હોઇ શકો છો પરંતુ સંવૈધાનિક અદાલતોએ આ પ્રકારની સ્વતંત્રતા સુનિશ્વત કરવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટ માટે એ જ બહેતર રહેશે કે અદાલત મામલાના કાનૂની પહેલુઓ પર ધ્યાન ના આપે કારણ કે આ મુદ્દો ત્યાં લંબિત છે અને વચગાળાની રાહતના બિંદુ સુધી સીમિત રહેશે. આગોતરા જામીનના મામલામાં પણ અદાલત ધરપકડ ના કરવા માટે વચગાળાનો આદેશ પારિત કરે છે.

સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતાં સિનિયર વકીલ હરીશ સાલ્વેએ દલીલ રજૂ કરતા કહ્યું હતું કે શું અર્નબ ગોસ્વામી આતંકવાદી છે? શું તેના પર હત્યાનો કોઇ આરોપ છે? તેને જામીન શા માટે ના આપી શકાય? તેમણે એવો પણ તર્ક રજૂ કર્યો હતો કે આત્મહત્યા માટે આત્મહત્યા કરવાનો ઇરાદો હોવો જોઇએ અને આ સૌથી મહત્વપૂર્ણ પાસુ છે. આ મામલામાં કોઇ ઇરાદો નથી. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદામાં કહ્યું છે કે આત્મહત્યા માટે ઇરાદો હોવો જોઇએ જે અહીંયા નથી. જો મહારાષ્ટ્રમાં કોઇ વ્યક્તિ આત્મહત્યા કરે છે અને તેના માટે સરકારે દોષિત ઠહેરાવે છે તો શું મુખ્યમંત્રીની ધરપકડ કરાશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું…

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે મહારાષ્ટ્ર સરકાર તરફથી પક્ષ રાખનાર વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું હતું કે એકે આત્મહત્યા કરી અને બીજાના મોતનું કારણ અજ્ઞાત છે. ગોસ્વામી વિરુદ્વ આરોપ છે કે મૃતકના કુલ 6.45 કરોડ બાકી હતા અને ગોસ્વામીએ કુલ 88 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. FIR અનુસાર મૃતક માનસિક હેરાનગતિ કે માનસિક તણાવથી પીડિત હતા? સાથે જ 306 માટે વાસ્તવિક ઉકસાવાની આવશ્યકતા છે. શું એકે પૈસા બીજાને દેવાના છે અને તે આત્મહત્યા કરે છે તો શું તે ઉશ્કેરણી કહેવાય? શું કોઇને આ માટે જામીનથી વંચિત રાખવા એ અન્યાય નહીં કહેવાય?

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ

ડેમોક્રેસી પરઃ આપણું લોકતંત્ર અસાધારણ રીતે ફ્લેક્સિબલ છે. મહારાષ્ટ્ર સરકારે આ બધું નજરઅંદાજ કરવું જોઈએ.
આઝાદી પરઃ જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન છે. શું મહારાષ્ટ્ર સરકારે આ મામલે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે. આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા સામે લડવું પડે છે.
SCની દરમિયાનગીરી પરઃ આજે જો કોર્ટે દરમિયાનગીરી ન કરી હોત તો આપણે વિનાશના રસ્તે જઈ રહ્યાં છીએ. આ માણસને (અર્નબ) ભૂલી જાવ. તમે તેમની વિચારધારાને પસંદ નથી કરતા. અમારા પર છોડી દો, અમે તેમની ચેનલ નહીં જોઈએ. બધું જ અલગ રાખો.
રાજ્ય સરકાર પરઃ જો આપણી રાજ્ય સરકાર આવા લોકો માટે આવું જ કરી રહી છે, તેમને જેલમાં જવાનું છે તો પછી સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.
હાઈકોર્ટ પરઃ HCએ એક સંદેશો આપવો પડશે. કૃપ્યા, વ્યક્તિગત આઝાદીને બનાવી રાખવા માટે પોતાના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરો. અમે વારંવાર જોઈએ છીએ. કોર્ટ પોતાના અધિકાર ક્ષેત્રના ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. લોકો ટ્વીટ કરવા માટે પણ જેલમાં છે.

મહત્વનું છે કે, અર્નબ પોતાની જામીનને લઈને હાઈકોર્ટ પણ ગયા હતા, પરંતુ હાઈકોર્ટે તેમને કહ્યું કે ઈન્ટરિમ બેઈલ માટે તેમની પાસે લોઅર કોર્ટનો વિકલ્પ પણ છે, પરંતુ 4 નવેમ્બરે ધરપકડ બાદ જ અલીબાગ સેશન કોર્ટે તેમની જામની અરજી ફગાવી દીધી હતી. જો કે અલીબાગ કોર્ટે પોલીસને રિમાન્ડ ન આપતા અર્નબને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT