1. Home
  2. ગુજરાતી
  3. મૂળ ભારતીય આ વ્યક્તિએ રચ્યો અમેરીકામાં ઈતિહાસ- કોર્ટમાં ન્યાયાધિશ પદની સંભાળશે કમાન
મૂળ ભારતીય આ વ્યક્તિએ રચ્યો અમેરીકામાં ઈતિહાસ- કોર્ટમાં ન્યાયાધિશ પદની સંભાળશે કમાન

મૂળ ભારતીય આ વ્યક્તિએ રચ્યો અમેરીકામાં ઈતિહાસ- કોર્ટમાં ન્યાયાધિશ પદની સંભાળશે કમાન

0

આજ કાલ અમેરીકામાં ભારતીયોનો દબદબો જોવા મળે છે,અનેક મૂળ ભારતીયો એવા છે જે અમેરીકામાં રહીને ત્યાની સેવા પર અનેક પદ સંભાળ્યા હોય છે,ત્યારે આવી યાદીમાં વધુ એક ભારતીય નામનો સમાવેશ થયો છે,મૂળ ભારતના એવા જ્જ શ્રી શ્રીનિવાસન અમેરીકાની પાવરફુલ ફેડરેલ સર્કિટ કોર્ટની કમાન સંભાળનાર છે.

ભારત માટે પણ આ ગૌરવની વાત છે,આ સાથે જ તેઓ આ પદ સંભાળનારા મૂળ એશિયન પ્રથમ વ્યક્તિ સાબિત થશે.તેમની ઉમર 52 વર્ષની છે તેમણે યુનાઇટેડ સ્ટેટસ કોર્ટ ઓફ અપીલ્સના મુખ્ય ન્યાયાધીશના પદ પર આવીને ઇતિહાસ રચી દીધો છે. ખાસ વાત એ છે કે બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન  મૂળ ભારતીય મેનની પસંદગી કરવામાં આવી હતી ત્યારે હવે તેઓ કાર્યભાર સંભાળશે.

શ્રીનિવાસ પૂર્વ ન્યાયાધીશ મેરિક ગારલેન્ડના  સ્થાન પર પદ ગ્રહણ કર્યું છે, તેઓ મૂળ ભારતીય છે અને જન્મ તેમનો ચંદીગઢમાં થયો હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બીએ કરીને સ્ટેનફોર્ડ લૉ સ્કૂલમાં એડમિશન લીધુ હતું ત્યાર બાદ ફરી તેમણે તેમનો અભ્યાસ શરુ જ રાખ્યો અને જેડી તથા સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ પણ કર્યું.

શ્રીનિવાસનને તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. યુએસ સેનેટે 97-0ની બહુમતીથી અપીલ્સ કોર્ટમાં તેઓના પ્રમોશન અને કંફર્મેનશ પર મ્હોર લગાવવામાં આવી હતી.

60ના દાયકામાં શ્રીનિવાસનના માતા-પિતાએ અમેરિકા જવાનું પસંદ કર્યું હતુ,જેના કારણે અમેરીકામાં તેમની ઘણી બધી યાદો છે,છત્તાં પણ તેઓના વિચાર વિમર્શ પોતાના દેશ સાથે મળી આવે છે, કંસાસના લોરેન્સમાં તેમણે તેમનું સમગ્ર બાળપણ વિતાવ્યું છે,ત્યા તેમની અનેક યાદો સમાયેલી છે.

યુએસની આ કોર્ટ ડીસી સર્કિટ રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટન સ્થિત છે, સુપ્રીમ કોર્ટ બાદ બીજી સૌથી મોટી કોર્ટ  કોર્ટને ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના કુલ 9 જજોમાંથી ચાર સેવાઓ પ્રદાન કરે છે. શ્રીનિવાસન આવતા અઠવાડિયે 52 વર્ષ પરા કરીને 53 વર્ષના થશે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.